Emotional Affair: સુખી લગ્નજીવનને બરબાદ કરી શકે છે ઈમોશન અફેર, જાણો કેવી રીતે બહાર આવવું ઈમોશન અફેરમાંથી
Emotional Affair: ઈમોશનલ અફેર એટલે કે કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જવું. જ્યારે કોઈ વ્યક્તિ તે વ્યક્તિની નજીક હોય છે ત્યારે ખુશીનો અનુભવ કરે છે. ઈમોશનલ અફેરમાં જરૂરી નથી કે બે લોકો શારીરિક સંબંધો પણ રાખે. ઈમોશનલ અફેરમાં વ્યક્તિ પોતાના પાર્ટનરને પોતાની દિનચર્યાની નાનામાં નાની વાત જણાવીને પણ ખુશ થઈ જાય છે.
Trending Photos
Emotional Affair: દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ભાંગી પડે છે અને તેને કોઈ વ્યક્તિના સાથ અને સહકારની જરૂર હોય. મોટાભાગના લોકોને આ સાથ સહકાર જીવનસાથી તરફથી મળી જતો હોય છે. પરંતુ જ્યારે જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ ઈમોશનલી એકલતા અનુભવતા વ્યક્તિને સપોર્ટ કરવા લાગે તો તેની સાથે તે વ્યક્તિનું ઈમોશનલ અફેર શરૂ થઈ જાય છે.
ત્યાર પછી તે વ્યક્તિ આનંદની અનુભૂતિ કરવા માટે બહારની વ્યક્તિની વધુને વધુ નજીક આવવા લાગે છે. ભાવનાત્મક રીતે કોઈ વ્યક્તિ સાથે પરણિત વ્યક્તિ જોડાઈ જાય તો તેની સાથે તેનું ઈમોશનલ અફેર ગણાય છે. હકીકતમાં તે વ્યક્તિ સંબંધોથી તેની સાથે જોડાયેલી હોતી નથી પરંતુ ઈમોશનલી તેને તે વ્યક્તિ વિના ચાલતું નથી. આવા વ્યક્તિને લોકો સૌથી વધુ મહત્વ આપવા લાગે છે. આ પ્રકારના ઈમોશનલ અફેર સુખી લગ્નજીવનને બરબાદ કરી શકે છે કારણ કે આવા અફેર પણ ચીટીંગથી કમ નથી.
ઈમોશનલ અફેરમાં શું થાય ?
ઈમોશનલ અફેર એટલે કે કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જવું. જ્યારે કોઈ વ્યક્તિ તે વ્યક્તિની નજીક હોય છે ત્યારે ખુશીનો અનુભવ કરે છે. ઈમોશનલ અફેરમાં જરૂરી નથી કે બે લોકો શારીરિક સંબંધો પણ રાખે. ઈમોશનલ અફેરમાં વ્યક્તિ પોતાના પાર્ટનરને પોતાની દિનચર્યાની નાનામાં નાની વાત પણ જણાવવા માંગે છે અને તેની સાથે વાત કરવા માટે સતત ઉત્સાહમાં રહે છે.
ઈમોશનલ અફેરની લગ્નજીવન પર અસર
જ્યારે કોઈ પરણિત વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે તો તેની અસર તેના લગ્નજીવન પર પણ થવા લાગે છે. ઈમોશનલ અફેર વ્યક્તિ પોતાના જીવનસાથીને બદલે અન્ય વ્યક્તિને વધારે મહત્વ આપવા લાગે છે. જે વાતો અત્યારે જીવનસાથી સાથે શેર કરવી જોઈએ તે વાતો ત્રીજી વ્યક્તિ સાથે શેર થવા લાગે છે. આ પ્રકારના સંબંધોમાં પોતાના જીવનસાથીથી વ્યક્તિ અલગ થવા લાગે છે. જેને પણ એક પ્રકારનું ચીટીંગ જ ગણવામાં આવે છે ઘણા કિસ્સામાં તો આ પ્રકારના અસરના કારણે લગ્નજીવન તૂટી પણ જતા હોય છે.
ઈમોશનલ અફેરમાંથી કેવી રીતે બહાર આવવું ?
જો તમને એવું લાગવા લાગ્યું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે હદ કરતા વધારે જોડાઈ રહ્યા છો તો તુરંત જ આ ફેરફાર શરૂ કરી દો.
- તે વ્યક્તિ સાથે સંપર્ક ખતમ કરી દો અને તેનાથી દૂર રહેવાની શરૂઆત કરો.
- એવા સમયે વિશે વિચારો જ્યારે તમે તમારા પાર્ટનર સાથે કે પરિવાર સાથે ખુશ રહેતા હતા.
- પોતાના પરિવારના સભ્યો અને પાર્ટનર સાથે વધુમાં વધુ સમય પસાર કરો અને તેમની સાથે વાતો કરો.
- તમારી સાથે જે પણ થયું છે તેના વિશે પાર્ટનર સાથે ખુલીને વાત કરો. સાથે ચર્ચા કરી લેવાથી તમારા લગ્નજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિને આવવાની તક નહીં મળે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે