Mood swings: વારંવાર થતા મૂડ સ્વિંગ્સથી છો પરેશાન? તો જાણો તેનું કારણ અને કંટ્રોલ કરવાની રીત

How to control Mood swings: તમારી આસપાસના લોકો કેવા છે તેના પર પણ મૂડ સ્વિંગનો આધાર હોય છે. જે લોકો નેગેટિવિટીથી ભરપૂર વાતો કરતા હોય તેમનાથી દૂર રહેવું હિતાવહ છે. શક્ય છે કે તમે સારા મૂડમાં હોય પરંતુ નેગેટિવ વાતોને લઈને તમારો મૂડ અચાનક જ ખરાબ થઈ જાય. 

Mood swings: વારંવાર થતા મૂડ સ્વિંગ્સથી છો પરેશાન? તો જાણો તેનું કારણ અને કંટ્રોલ કરવાની રીત

How to control Mood swings: મૂડ સ્વિંગ થવા સામાન્ય વાત છે. ઘણી વખત અપૂરતી ઊંઘ, ખરાબ તબિયત અને હોર્મોનલ ચેન્જના કારણે વારંવાર મૂડ સ્વિંગ થાય છે. એટલે કે ક્યારેક મૂડ એકદમ બરાબર હોય અને અચાનક જ કોઈ વાત પર ભયંકર ગુસ્સો આવી જાય. ઘણા લોકોને મૂડ સ્વિંગ દરમ્યાન નાની નાની વાતનો પણ સ્ટ્રેસ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓને મૂડ સ્વિંગની સમસ્યા વધારે સતાવે છે. 

મહિલાઓમાં પિરિયડ્સ, મેનોપોઝ અને પ્રેગનેન્સી દરમિયાન મૂડ સ્વિંગ વધારે જોવા મળે છે. આ સમસ્યામાં એક ક્ષણમાં મૂડ બદલી જાય છે. આવી સ્થિતિમાં તમારી આસપાસના લોકોને પણ તમારી સાથે વાત કરવામાં વિચાર કરવો પડે છે. ક્યારેક મૂડ સ્વિંગ થવા સામાન્ય છે પરંતુ જો તમને વારંવાર આવું થતું હોય તો તે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે અને તમારા સંબંધોને પણ. વારંવાર થતાં મૂડ સ્વિંગને કંટ્રોલ કરવા માટે આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ. 

મૂડ સ્વિંગને કંટ્રોલ કરવાના ઉપાય

એક્સરસાઇઝ

દરેક સમસ્યાનું સમાધાન એક્સરસાઇઝ છે. વારંવાર તમારો મૂડ બદલતો રહેતો હોય તો રોજ થોડીવાર એક્સરસાઇઝ કરવી જરૂરી છે. વોકિંગ, સ્વિમિંગ, સાઇકલિંગ કે યોગ કોઈપણ કસરત તમે કરી શકો છો. વર્કઆઉટ કરવાથી શરીરમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે જે મગજને પણ રિલેક્સ કરે છે અને મૂડ સ્વિંગની સમસ્યા દૂર થાય છે.

સારા લોકો સાથે સમય પસાર કરો

તમારી આસપાસના લોકો કેવા છે તેના પર પણ મૂડ સ્વિંગનો આધાર હોય છે. જે લોકો નેગેટિવિટીથી ભરપૂર વાતો કરતા હોય તેમનાથી દૂર રહેવું હિતાવહ છે. શક્ય છે કે તમે સારા મૂડમાં હોય પરંતુ નેગેટિવ વાતોને લઈને તમારો મૂડ અચાનક જ ખરાબ થઈ જાય. તેથી હંમેશા એવા વ્યક્તિ સાથે વાતચીત કરવાનો સમય કાઢો જે પોઝિટિવ અને ખુશ રહેતા હોય. 

પુરતી ઊંઘ

જો તમને પણ આદત છે કે સુતા પહેલા તમે મોબાઈલ કે ટીવી જોયા કરો છો તો આદત આજથી જ બદલી દો. સૌથી પહેલા તો નિયમિત પૂરતી ઊંઘ કરવાનું શરૂ કરો. જો ઊંઘ પૂરી ન થાય તો આખો દિવસ થાક, માથાનો દુખાવો અને પાચન સંબંધિત સમસ્યા પણ રહે છે જેના કારણે પણ નાની નાની વાતમાં ગુસ્સો આવી શકે છે. તેથી નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ થાય તે રીતે પોતાનું શિડ્યુલ ગોઠવો.

સેલ્ફ કેર

ઘણી વખત એવું હોય છે જ્યારે શરીરને આરામની જરૂર હોય છે પરંતુ જવાબદારીઓના કારણે તમે આરામને ઇગ્નોર કરો છો. આમ કરવાનું બંધ કરો. જ્યારે થાકેલા શરીર સાથે પમ તમે સતત દોડધામ કરતા રહેશો તો મૂડ સ્વિંગ થવા સ્વાભાવિક છે. તેથી જરૂર જણાય ત્યારે બોડીને આરામ આપો. થોડો આરામ કર્યા પછી કામ કરશો તો એનર્જેટિક ફીલ થશે અને મગજ પણ રિલેક્સ રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news