પાર્ટનરને ખુશખુશાલ રાખવા હોય તો આ રહ્યા 5 આઈડિયા...તાબડતોબ અપનાવો, જિંદગી ગુલઝાર થઈ જશે
રિલેશનશિપમાં રોમાન્સ કાયમ રાખવા માટે તેને જીવંત રાખવો જરૂરી છે. જેના માટે તમારે સમયાંતરે તમારા પાર્ટનર માટે કાંઈક અલગ કરતા રહેવું જોઈએ. તમારે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ પણ આપતા રહેવું જોઈએ.
Trending Photos
કોઈ પણ સંબંધને ખાસ બનાવવા માટે સરપ્રાઈઝ આપવું જરૂરી છે. જો તમે તમારા પાર્ટનર સાથે સારા સંબંધો બનાવી રાખવા માંગો છો તો સરપ્રાઈઝ આપવું એક સરળ અને સારો ઉપાય છે. એવામાં તમે તમારા પાર્ટનર સાથેના સંબંધો મજબૂત કરવા માંગો છો તો કેટલીક સરળ રીતોથી કરી શકો છો. ચાલો અમે જ તમને કેટલાક આઈડિયાઝ આપીએ.
લવ લેટર લખો
ડિજિટલની આ દુનિયામાં જો તમે એક પેપર પર કાંઈક સારું લખીને તમારી લાગણી વ્યક્ત કરીને તમારા પાર્ટનરને સરપ્રાઈઝ કરી શકો છો અને તેના ચહેરા પર સ્માઈલ લાવી શકો છો.
હૉબી લિસ્ટ
જો તમારા પાર્ટનરને કોઈ પ્રવૃતિ ખાસ પસંદ છે તો તેના માટે વ્યવસ્થા કરો. ઉદાહરણ તરીકે તમારા પાર્ટનરને સ્વિમિંગ પસંદ છે તો તેના માટે મેમ્બરશિપ લઈને સરપ્રાઈઝ કરી શકો છો.
વખાણ કરો
જો તમારે બહુ પ્રયાસો વિના પાર્ટનરને રોમાન્ટિક સરપ્રાઈઝ આપવું છે તો તમે તમારા પાર્ટનરના એવી રીતે વખાણ કરો કે, તેને સારું લાગે અને તેનો ઉત્સાહ વધે.
સ્પા ડે પ્લાન કરો
સ્પાથી તમે એકદમ રિલેક્સ ફીલ કરી શકો છો. એટલે જ તમે તમારા પાર્ટનરને સારું ફીલ કરાવવા ઈચ્છો છો તો તમે સ્પા ડે પ્લાન કરી શકો છો. જેનાથી તમારો પ્રેમ વધશે.
રોમાન્ટિક ટ્રિપ
જો તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગો છો તો તમે તેને એક ટ્રિપ પર લઈને જઈ શકો છો. આ ટ્રિપ તમારા સંબંધોને વધુ ખિલવવામાં મદદ કરશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE 24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે