પતિને કારણ વગર શારીરિક સંબંધથી વંચિત રાખવો, નપુંસક કહેવો એ ક્રૂરતા કહેવાય: હાઈકોર્ટ
Delhi High Court: જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાના બેન્ચે પતિને જાહેરમાં નપુંસક કહેવાની વાતને પણ ક્રૂરતા ગણી છે. બેન્ચે કહ્યું કે આ દંપત્તિના મેડિકલ રિપોર્ટથી એ સ્પષ્ટ છે કે બંને શારીરિક સંબંધ બાંધવામાં સક્ષમ છે. અહીં મુદ્દો લગ્નસંબંધથી બાળકનો જન્મ ન થવા અંગે છે. જો કોઈ કારણસર પત્ની ગર્ભ ધારણ કરી શકતી ન હોય તો તેને નપુંસકતા કહી શકાય નહીં.
Trending Photos
પતિ પત્ની વચ્ચે ડિવોર્સ માટે અનેક કારણો જવાબદાર બનતા હોય છે. દિલ્હી હાઈકોર્ટે એક વ્યક્તિની ડિવોર્સની અરજી મંજૂર કરતા કહ્યું કે કોઈ પણ કારણવગર પત્ની જો પતિને દાંપત્ય સુખથી વંચિત રાખે તો તે ક્રૂરતા છે. પત્ની એક દાયકા સુધી પતિથી અલગ રહેવાનું કારણ રજૂ કરવામાં નિષ્ફળ ગઈ. તેના દહેજ સતામણીના આરોપ પણ સાબિત થયા નહીં. કાનૂનની નજરમાં આ પતિ સાથે માનસિક યાતના છે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાના બેન્ચે પતિને જાહેરમાં નપુંસક કહેવાની વાતને પણ ક્રૂરતા ગણી છે. બેન્ચે કહ્યું કે આ દંપત્તિના મેડિકલ રિપોર્ટથી એ સ્પષ્ટ છે કે બંને શારીરિક સંબંધ બાંધવામાં સક્ષમ છે. અહીં મુદ્દો લગ્નસંબંધથી બાળકનો જન્મ ન થવા અંગે છે. જો કોઈ કારણસર પત્ની ગર્ભ ધારણ કરી શકતી ન હોય તો તેને નપુંસકતા કહી શકાય નહીં. આ રીતે પતિને બદનામ કરવો એ તેના માનસિક સ્વાસ્થ્ય સાથે રમત છે. જે ક્રૂરતાની શ્રેણીમાં આવે છે.
આઈવીએફ નિષ્ફળ ગયું
સુનાવણી દરમિયાન સામે આવ્યું કે દંપત્તિએ બેવાર વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) સારવાર કરાવી પરંતુ તે નિષ્ફળ રહી. બેન્ચે કહ્યું કે આ દંપત્તિ લગ્ન બાદ ફ્કત બે વર્ષ ત્રણ મહિના જ સાથે રહ્યું. આ સમય દરમિયાન બે વાર આઈવીએફની પ્રક્રિયામાંથી પસાર થયું. તેનાથી સ્પષ્ટ છે કે દંપત્તિ જલદી બાળક ઈચ્છતું હતું. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમનામાંથી કોઈ પણ બાળકના જન્મ માટે અસક્ષમ હતું. ડોક્ટરના રિપોર્ટ મુજબ કેટલીક કમીઓ હતી પરંતુ તેમાં પતિની નપુંસકતા જેવી કોઈ વાત નહતી.
ડિવોર્સની અરજી મંજૂર
દંપત્તિના લગ્ન 3 જુલાઈ 2011ના રોજ થયા હતા. બે વર્ષ 3 મહિના સાથે રહ્યા બાદ પત્ની 16 ઓક્ટોબર 2013ના રોજ સાસરું છોડીને પિયર જતી રહી. ત્યારબાદ ક્યારેય પાછી ફરી નહીં. બેન્ચે માન્યુ કે પત્ની પાસે પતિથી અલગ રહેવાનું કોઈ નક્કર કારણ હતું નહીં. પત્નીના આ વ્યવહારના કારણે પતિએ દસ વર્ષ સુધી દાંપત્ય જીવનના સુખથી વંચિત રહેવું પડ્યું. જો કે ફેમિલી કોર્ટે વર્ષ 2021માં પતિની ડિવોર્સની અરજી ફગાવી દીધી હતી. હવે હાઈકોર્ટની બેન્ચે ફેમિલી કોર્ટના ચુકાદાને રદ કરતા પતિની અરજી મંજૂર કરી છે.
દહેજ સતામણીનો આરોપ સાબિત ન થયો
પત્નીએ વર્ષ 2014માં પતિ અને સાસરીયા સામે દહેજ સતામણીનો કેસ કર્યો હતો. જો કે આ પહેલા જ પતિ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ કરી ચૂક્યો હતો. બેન્ચે સ્વીકાર્યું કે દહેજનો કેસ ડિવોર્સની અરજીનો કાઉન્ટર એટેક હતો. કારણકે પત્નીએ હાઈકોર્ટમાં પોતાના નિવેદનોમાં સ્વીકાર્યું કે બેવાર આઈવીએફની પ્રક્રિયાનો સમગ્ર ખર્ચ પતિએ ઉઠાવ્યો હતો જે લગભગ 3 લાખ રૂપિયા જેટલો હતો. આ ઉપરાંત અનેકવાર બીમાર પડતા અને એકવાર સર્જરીનો ખર્ચો પણ પતિએ જ ઉઠાવ્યો હતો. પતિ તેના તમામ ખર્ચા ઉઠાવતો હતો. આવામાં બેન્ચે સ્વીકાર્યું કે જે વ્યક્તિ પત્નીની સારવાર પર લાખો રૂપિયા ખર્ચ કરી શકતો હોય તે પત્નીને દહેજ માટે હેરાન કરે તે સમજ બહારની વાત છે. પત્ની દહેજ સતામણીનો સમય અને રીત રજૂ કરવામાં પણ નિષ્ફળ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે