આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ‘ડાકોરના ઠાકોર’ બન્યા હતા, દ્વારકાથી અહીં પધાર્યે 867 વર્ષ પૂરા થયા

નચિકેત મહેતા/ખેડા :ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજ રોજ ભગવાન રણછોડરાયજીને પધાર્યે 867 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ડાકોર માટે દેવદિવાળીનો પર્વ ખાસ બની રહે છે. 

1/8
image

કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી. આજના દિવસે ભગવાન રણછોડરાય દ્વારિકાથી ડાકોર પધાર્યા હતા. જેથી આજે મંગળા આરતી દર્શન વહેલી સવારે 3:00 વાગ્યાના કલાકે મંદિરના દરવાજા ખૂલી ગયા હતા. જેમાં રણછોડરાયના હજારોની સંખ્યામાં ભક્તોએ ડાકોરના ઠાકોરના મંગળા આરતીના દર્શનનો અનેરો લ્હાવો લીધો હતો.

2/8
image

આજના દિવસે ભગવાન શ્રી રણછોડરાય ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દ્વારકાધીશ દ્વારકા નગરી છોડી ડાકોર આવ્યા હતા. તેઓ અહી આવીને ડાકોરનાં ઠાકોર બન્યાં હતા. જે ઘટનાને આજે 867 વરસ પૂર્ણ કરી 868 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

3/8
image

આજના આ પાવન દેવ દિવાળીની પુનમના અવસરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. આજે ઠાકોરજીને ખાસ મુગટ ધારણ કરાવાય છે. કરોડોની કિંમતના અમૂલ્ય મુગટ ધારણ કરી દિવ્ય અલૌકિક સ્વરૂપમાં દર્શનાર્થે આવનાર સૌકોઈ ભાવિક ભક્તોને દર્શન આપ્યા હતા.

4/8
image

તો બીજી તરફ ચંદ્રગ્રહણને લઈ બપોરે 1:00 વાગ્યાના અરસામાં ડાકોરનું મંદિર બંધ થઈ ગયા હતા. જે સાંજે 7.30 વાગ્યે ખૂલ્યા. ત્યારે દૂર દૂરથી ભક્તો રણછોડજીના દર્શન માટે આવતા હોય ચંદ્રગ્રહણને લઇ બપોરના સમયે દર્શન બંધ હોવાના કારણે મુખ્ય દ્વાર બહાર જ દર્શન કરી જતા રહ્યા હતા. યથાશક્તિ લાવેલો પ્રસાદ ધરાવી ધન્યતા મેળવી હતી

5/8
image

6/8
image

7/8
image

8/8
image