Rule Change: 1 ડિસેમ્બરથી બેંક ચાર્જ, LPG બુકિંગ સહિત અનેક મોટા નિયમો બદલાશે! તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આવો જાણીએ આ ફેરફારો અંગે જે ડિસેમ્બર મહિનાથી લાગૂ થશે. 

નવી દિલ્હી:  1 December Rule Change: નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર પણ શરૂ  થઈ જશે. ડિસેમ્બરની પહેલી તારીખથી જ બેંકિંગ અને પર્સનલ ફાઈનાન્સ સહિત અનેક સેક્ટરોમાં મોટા ફેરફાર જવા જઈ રહ્યા છે. આ ફેરફારની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ આ ફેરફારો અંગે જે ડિસેમ્બર મહિનાથી લાગૂ થશે. 

SBI ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ઝટકો

1/5
image

જો તમે SBI ના ગ્રાહકો છો અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશો તો તમારા માટે આંચકાવાળા સમાચાર છે. આગામી મહિનેથી તમારા માટે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે. હવે ક્રેડિટ કાર્ડ દ્વારા દરેક ખરીદી પર તમારે 99 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ તરીકે અલગથી ટેક્સ ચૂકવવો પડશે. SBI એ જણાવ્યું કે 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ EMI ની લેવડદેવડ પર પ્રોસેસિંગ ચાર્જ તરીકે 99 રૂપિયા વધુ ટેક્સ પેટે ચૂકવવા પડશે. 

માચિસના ભાવમાં વધારો

2/5
image

વધતી મોંઘવારી વચ્ચે જનતાને વધુ એક ઝટકો લાગવાનો છે. 14 વર્ષ બાદ માચિસની ડબ્બીના  ભાવ બમણા થવા જઈ રહ્યા છે. હવે 1 ડિેસમ્બરથી તમને 1 રૂપિયામાં મળતી માચિસની ડબ્બી 2 રૂપિયામાં મળશે. છેલ્લા 2007માં માચિસના ભાવ વધ્યા હતા. માચિસ જેમાંથી બને છે તે કાચા માલના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. આથી માચિસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

ગેસ સિલિન્ડર થઈ શકે છે સસ્તા

3/5
image

ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના મોરચે તમને રાહત મળી શકે છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમિક્ષા કરે છે. આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે એક ડિસેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. 

પંજાબ નેશનલ બેંકના વ્યાજદરમાં ફેરફાર!

4/5
image

1 ડિસેમ્બરથી દેશની અન્ય મોટી બેંક પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને તગડો ઝટકો મળશે. ડિસેમ્બરના પહેલા દિવસથી જ બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં અપાતા વ્યાજમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. બેંકે સેવિંગ્સ બેંક એકાઉન્ટના વ્યાજદરોને વાર્ષિક 2.90 ટકાથી ઘટાડીને 2.80 ટકા કરવાનું નક્કી કર્યું છે. 

આધાર-UAN લિંક નહીં કર્યું હોય તો થશે પરેશાની

5/5
image

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને તમારા આધાર કાર્ડ સાથે 30 નવેમ્બર સુધીમાં લિંક કરવું જરૂરી છે. જો 30 નવેમ્બર સુધીમાં આધાર અને UAN લિંક ન કર્યું તો કંપની તરફથી આવનારા કન્ટ્રિબ્યૂશનમાં પરેશાની ઊભી થઈ શકે છે. આ ઉપરાંત જો તમે તમારું આધાર અને UAN ને લિંક નહીં કરો તો તમે EPF એકાઉન્ટથી પૈસા પણ નહીં કાઢી શકો.