શનિના મહાગોચર પહેલા વર્ષના અંતમાં ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, આકસ્મિક ધનલાભ થશે!

નવગ્રહમાં શનિ ખુબ પાવરફૂલ ગ્રહ ગણાય છે. કારણ કે તેની સ્થિતિમાં થતો ફેરફાર તમામ 12 રાશિઓના જાતકોના જીવનમાં હલચલ લાવે છે. અત્રે જણાવવાનું કે શનિ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર થતી હોય છે. શનિને ન્યાયના દેવતાની સાથે સાથે કર્મફળના દાતા પણ કહેવામાં આવે છે. શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. નક્ષત્રની વાત કરીએ તો શનિ અત્યારે શતભિષા નક્ષત્રમાં છે. પરંતુ વર્ષના અંતે એટલે કે 27 ડિસેમ્બરે નક્ષત્ર પરિવર્તન કરીને પૂર્વ ભાદ્રપદમાં પ્રવેશ કરશે. શનિના ગુરુના નક્ષત્રમાં પ્રવેશથી ત્રણ રાશિઓને નવા વર્ષ 2025માં ખુબ લાભ થઈ શકે છે. 

શનિનું નક્ષત્ર પરિવર્તન

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 27 ડિસેમ્બરે રાતે 10.42 કલાકે પ્રવેશ કરશે અને 28 એપ્રિલ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. અત્રે જણાવવાનું કે આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી આ 25મું નક્ષત્ર છે અને આ નક્ષત્રના સ્વામી ગુરુ છે તથા રાશિ કુંભ અને મીન છે. શનિનું નક્ષત્ર પરિવર્તન કોને ફાયદો કરાવી શકે તે ખાસ જાણો. 

કન્યા રાશિ

2/5
image

કન્યા રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે. આ ભાવને શત્રુ, રોગ અને ઋણનો કારક ગણવામાં આવે છે. આવામાં શનિના પૂર્વાભાદ્રપદમાં જવાથી આ રાશિના જાતકો માટે લાભકારી નીવડી શકે છે. જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે જ તમારા હરીફોને હરાવવામાં સફળતા મળી શકે છે. કરજથી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત ઘર, સંપત્તિ,  બિઝનેસ કે પછી વાહન ખરીદવા માટે લોન સરળતાથી મળી શકે છે. લાંબા સમયછી ચાલી રહેલી બીમારી હવે ઠીક થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા પણ મળી શકે. ભાઈ બહેન સાથે સારો સમય પસાર થઈ શકે છે. 

મકર રાશિ

3/5
image

મકર રાશિના જાતકો માટે શનિનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં જવું લાભકારી રહી શકે છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી પૂરા થઈ શકે છે. જે કામોમાં અડચણો આવતી હતી તે પાર પડી શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધન ભેગુ કરવામાં સફળ રહી શકો છો. નોકરીની અનેક તકો મળી શકે છે. કામને જોતા બઢતી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 

મિથુન રાશિ

4/5
image

શનિનો પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ મિથુન રાશિના જાતકો માટે લાભકારી નીવડી શકે છે. આ રાશિના જાતકોને નવા વર્ષમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. પરિવાર અને ગુરુઓનો પૂરો સહયોગ મળી શકે છે. જેનાથી તમે મહેનતના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. જીવનમાં ખુશીઓ દસ્તક આપી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. પરિવારમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવી શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.