જાહેરમાં થૂંકનારા BJPના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ 500નો દંડ ફટકાર્યો

કોરોના (Coronavirus) થી બચવા શું શું કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેવી વારંવાર સૂચના સરકાર દ્વારા આપવામાં આવે છે. છતાં જવાબદાર નેતાઓ ભાન ભૂલી જાય છે. એક તરફ મુખ્યમંત્રી હેરમાં ન થૂકવાનું સૂચન કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ (rajkot) ના ભાજપના ધારાસભ્ય પોતાના જ રાહત રસોડામાં થૂકતા કેમેરામાં ઝલાઈ ગયા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Arvind Raiyani) નો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખુદ ધારાસભ્ય જ જાહેરમાં ન થૂંકવાની પોતાના જ મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. પરંતુ ગણતરીના કલાકોમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ અરવિંદ રૈયાણીને દંડ ફટાકર્યો હતો.  

રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોના (Coronavirus) થી બચવા શું શું કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેવી વારંવાર સૂચના સરકાર દ્વારા આપવામાં આવે છે. છતાં જવાબદાર નેતાઓ ભાન ભૂલી જાય છે. એક તરફ મુખ્યમંત્રી હેરમાં ન થૂકવાનું સૂચન કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ (rajkot) ના ભાજપના ધારાસભ્ય પોતાના જ રાહત રસોડામાં થૂકતા કેમેરામાં ઝલાઈ ગયા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Arvind Raiyani) નો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખુદ ધારાસભ્ય જ જાહેરમાં ન થૂંકવાની પોતાના જ મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. પરંતુ ગણતરીના કલાકોમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ અરવિંદ રૈયાણીને દંડ ફટાકર્યો હતો.  

1/3
image

અરવિંદ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી 3 રાહતના રસોડા પોતાના વિસ્તારમાં ચલાવે છે. ત્યારે પોતાના રાહતના રસોડામાં કામ દરમિયાન જ તેઓ માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી.

2/3
image

ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જાહેરમાં થૂંકવા બદલ મહાનગરપાલિકા દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની પહોંચ પણ અરવિંદ રૈયાણીએ મીડિયાને બતાવી હતી. 

3/3
image

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જાહેરમાં થૂકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવામાં જો સામાન્ય લોકો સામે આવુ વર્તન કરે તો મનપા તેમની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે ભાજપના આ ધારાસભ્ય સામે શું કાર્યવાહી થાય છે.