આખરે અંબાલાલે કીધું તો એ સાચું પડશે! કાતિલ ઠંડી-વાવાઝોડું-વરસાદ નહીં, આ છે ખતરનાક આગાહી
Gujarat Weather Expert Ambalal Patel's prediction: ગુજરાતમાં ઠંડીની સાથે વાવાઝોડાનું સંકટ પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરથી રાજ્યમાં ભારે ઠંડી પડશે. તો 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયુ વાતાવરણ બનવાથી અરબ સાગરમાં લો પ્રેશરની સંભાવના છે.
અંબાલાલે કહ્યું કે આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે અને કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 16થી 22 ડિસેમ્બર એક સપ્તાહ સુધી વાદળછાયુ વાતારવણ આવતા મહત્તમ તાપમાન ઘટશે અને ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તો 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે.
રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યાં છે. તો આગામી દિવસમાં ઠંડીમાં હજુ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે.
ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.
ઉત્તરભારતમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઘટવાને કારણે રાજ્યમાં ઠંડી વધશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીયા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને છેવટે 11 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુ અને શ્રીલંકા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.
સૌરાષ્ટ્રમાં પણ ઠંડી વધી રહી છે. વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું છે. તો અમરેલીમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહેસાણામાં તો તાપમાન 11.2 ડિગ્રી પહોંચી જતા લોકો ઠંડીથી ઠુંઠવાયા છે. પંચમહાલમાં પણ તાપમાન 12.2 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે વેરાવળમાં તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે.
હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.
Trending Photos