Garlic: સરસવનું તેલ અને લસણ આ રીતે ઉપયોગમાં લેશો તો આ 5 બીમારીઓની દવા નહીં કરવી પડે
Garlic: સરસવનું તેલ અને લસણ અલગ અલગ રીતે ઉપયોગી છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આ બંનેનું મિશ્રણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં દવાની જેમ અસર કરે છે. સરસવનું તેલ અને લસણ 5 સ્વાસ્થ્ય સમસમયાને દવા વિના મટાડી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ આ બંને વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો ?
બ્લડ સર્કુલેશન સુધરે
સરસવનું તેલ અને લસણ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. સરસવના તેલમાં લસણને બરાબર ઉકાળી આ તેલથી શરીર પર માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધારવા લાગે છે.
શરદી ઉધરસ
જે લોકોને વારંવાર શરદી, ઉધરસ થતા હોય તેમના માટે લસણ અને સરસવનું તેલ પ્રભાવી દવા છે. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. શરદી કુદરતમાં સરસવના તેલને ગરમ કરી તેમાં લસણની કળી બરાબર પકાવો. તેલમાં તળેલું લસણ ખાવાથી શરદી ઉધરસ મટે છે.
સાંધાના દુખાવા
વધતી ઉંમરની સાથે લોકોને સાંધામાં દુખાવો વધી જાય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે સરસવના તેલમાં લસણ ગરમ કરી આ તેલથી સાંધા પર માલિશ કરવાનું રાખો.
શરીરનો દુખાવો અને થાક
સરસવના તેલમાં લસણને ગરમ કરીને તેનો ઉપયોગ કરવાથી શરીર મજબૂત પણ થાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી શરીરના દુખાવા અને સોજાની સમસ્યા મટે છે.
દાંતનો દુખાવો
દાંતમાં થતા દુખાવાને મટાડવા માટે લસણ અને સરસવના તેલનો ઉપયોગ કરી શકાય છે. લસણને સરસવના તેલમાં સાંતળીને દાંત પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી બ્રશ કરી લેવું.
Trending Photos