અમદાવાદના આ Exclusive દ્રશ્યો તમને હચમચાવી દેશે, એક અફવાથી ભેગા થયા 3000 શ્રમિકો

અમદાવાદમાં 4000થી વધુ કોરોનાના કેસ છે. સતત વધતા કેસો વચ્ચે લોકડાઉનનુ ચુસ્તપણે અમલ કરવુ બહુ જ જરૂરી બની ગયું છે. ત્યારે પરપ્રાંતિયો પોતાના વતનમાં જવા માટે બહુ જ ઉતાવળા બની ગયા છે. સરકારની વારંવારની અપીલ છતાં અમદાવાદની સોનીની ચાલી ખાતે એકસાથે 3 હજારથી વધુ શ્રમિકો ઉમટી પડ્યા હતા. માત્ર એક અફવા અને એકસાથે 3000 શ્રમિકો બેગ ભરીને રસ્તા પર આવી ગયા હતા. ZEE 24 કલાકના આ એક્સક્લુઝિવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરીને શ્રમિકો ઉમટી પડ્યા છે. 

અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદમાં 4000થી વધુ કોરોનાના કેસ છે. સતત વધતા કેસો વચ્ચે લોકડાઉનનુ ચુસ્તપણે અમલ કરવુ બહુ જ જરૂરી બની ગયું છે. ત્યારે પરપ્રાંતિયો પોતાના વતનમાં જવા માટે બહુ જ ઉતાવળા બની ગયા છે. સરકારની વારંવારની અપીલ છતાં અમદાવાદની સોનીની ચાલી ખાતે એકસાથે 3 હજારથી વધુ શ્રમિકો ઉમટી પડ્યા હતા. માત્ર એક અફવા અને એકસાથે 3000 શ્રમિકો બેગ ભરીને રસ્તા પર આવી ગયા હતા. ZEE 24 કલાકના આ એક્સક્લુઝિવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરીને શ્રમિકો ઉમટી પડ્યા છે. 40 ડિગ્રી તાપમાનમાં એકસાથે 3000 લોકો એકઠા થયા હતા. તો પોલીસ દ્વારા બાદમાં લોકોને સમજાવીને ખસેડવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં કોરોનાના વધતા કેસ સામે મોટુ નુકસાન નોતરી શકે છે. તો બીજી તરફ, ZEE 24 કલાકના અહેવાલની અસર જોવા મળી હતી. એકઠા થયેલા પરપ્રાંતીયોને સમજાવીને પોલીસે પાછા મોકલ્યા હતા. 

1/4
image

આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આ ઘટના અંગે જણાવ્યું કે, આ લોકો પાસે જમવાની વ્યવસ્થા ન હતી તેવી માહિતી અમારી સુધી પહોંચી હોત તો અમે તેની વ્યવસ્થા કરી હોત. આ બહુ જ દુખદ અને દર્દનાક વાત છે. તેઓએ અપીલ કરી કે, આ સમયે કોઈ પણ અફવામાં ન આવવું. તો બીજી તરફ, લોકોને હટાવવા માટે પોલીસને માઈક પર એનાઉન્સમેન્ટ કરવાની ફરજ પડી હતી. પોલીસે લોકોને કહ્યું હતું કે, અહી કોઈ બસની વ્યવસ્થા થવાની નથી, તેથી તેઓ વહેલી તકે પોતાના ઘરે જતા રહે.

2/4
image

સવાલ એ છે કે, કોણ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યું છે, જેને કારણે આવી રીતે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે લોકોને જતા રહેવાની અપીલ કરી હતી. લોકોએ વાતચીતમાં કહયું કે, ગઈકાલે અહી બસ આવી હતી અને કેટલાકે કહ્યું હતું કે, અમારી પાસે જમવાની કોઈ વ્યવસ્થા નથી. પોલીસના કહેવા છતા પણ નાગરિકો ખસવા તૈયાર ન હતા. તેઓની એક જ માંગ હતી કે, તેઓને વતન જવા દેવામાં આવે. 

3/4
image

અમદાવાદની સોનીની ચાલી ખાતે આશરે 3 હજાર જેટલા શ્રમિકો ઉમટ્યા હતા. પોતાના વતન જવા માટે પોતાના સામાન સાથે આવી પહોંચ્યા હતા. જેને પગલે સોનીની ચાલી ખાતે તાજેતરમાં મુંબઈના બાંદ્રા સ્ટેશન પર સર્જાયા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

4/4
image

સુરત બાદ હવે અમદાવાદમાં શ્રમિકો રસ્તા પર નીકળી પડ્યા હતા. ભીડ ભેગી થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમજાવટ કરતા લોકોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. સોનીની ચાલના પુલની નીચે શ્રમિકો આવી પહોંચતા જ પોલીસ પણ સતર્કમાં આવી ગઈ હતી. શ્રમિકોને લઈ જવા માટે બસ આવી રહે છે, તેવી અફવા ફેલાતા આ શ્રમિકો તેમના પરિવાર સાથે પુલ નીચે પહોંચી ગયા હતા. લોકો દોડી દોડીને બસમાં જવા માટે લાઈનમાં લાગવા ગયા હતા, પરંતુ તેમના પ્રયાસો અસફળ રહ્યા હતા. કારણ કે, આ એક માત્ર અફવા હતી.