ગુજરાતીઓને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતનો વરસાદ ક્યાં કેવો રહેશે?
Gujarat Cyclone Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે 17 મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવુ જ થયું. મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી પાર કરી 45 ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે.
જોકે, રાહતના સમાચાર એ છે કે, 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે.
26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. પરંતું આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. આસો માસ સુધી વરસાદ પડશે. આ વર્ષે સારો વરસાદ થવાથી 3 તબક્કામાં વાવણી થશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગામન
દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે.
હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો
દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે.
આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
Trending Photos