મહારાષ્ટ્રમાં મહાયુતિનો ડંકો, મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ...પ્રચંડ જીતના કારણો ખાસ જાણો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવે તેવા સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ હાલ ભાજપ એકલા હાથે જ 127 બેઠક મેળવતું દેખાય છે જેમાંથી 3 સીટ જીતી ગયું છે અને 124 સીટ પર આગળ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવે તેવા સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ હાલ ભાજપ એકલા હાથે જ 127 બેઠક મેળવતું દેખાય છે જેમાંથી 3 સીટ જીતી ગયું છે અને 124 સીટ પર આગળ છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેના (SHS) 56 સીટ કે જેમાં 3 બેઠક તે જીતી ગઈ છે અને 53 બેઠક પર આગળ છે, જ્યારે અજીત પવારની એનસીપી 2 સીટ પર જીત અને 37 સીટ પર આગળ હોવાની સાથે 39 બેઠકો મેળવતી દેખાય છે. ભાજપ અને સાથી પક્ષોએ વિરોધીઓના સૂપડાં સાફ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં હાલમાં પણ મહાયુતિની જ સરકાર છે. મહારાષ્ટ્ર ઈલેક્શનમાં મુકાબલો રોમાંચક એટલે પણ છે કારણ કે એનસીપી અને શિવસેનાના ફાડિયા પડી ગયા અને પોતાને સાબિત કરવાની પણ તેઓ આ ચૂંટણીમાં લડાઈ લડી રહ્યા હતા. મહાયુતિની આ પ્રચંડ જીત પાછળના કારણો વિશે પણ જાણવા જેવું છે.
Trending Photos