Rishabh Pant: ઋષભ પંત જ નહી, આ 5 મોટા ક્રિકેટર્સને પણ નડ્યો હતો અકસ્માત

Rishabh Pant Car Accident: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની બીએમડબ્લ્યૂ કાર શુક્રવારે દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, જેના લીધે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઋષભ પંતના નજીકના સૂત્રોએ જણાવ્યું કે રૂડકીમાં પોતાના ઘરે જઇ રહેલા ક્રિકેટરને દુર્ઘટના બાદ સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પંતના માથા, પીઠ અને પગમાં ઇજા પહોંચી છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. 

ઋષભ પંતની કારનો ગંભીર અકસ્માત

1/8
image

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની બીએમડબ્લ્યૂ કાર શુક્રવારે દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, જેના લીધે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઋષભ પંતના નજીકના સૂત્રોએ જણાવ્યું કે રૂડકીમાં પોતાના ઘરે જઇ રહેલા ક્રિકેટરને દુર્ઘટના બાદ સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પંતના માથા, પીઠ અને પગમાં ઇજા પહોંચી છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. 

કાર ડિવાઇડર સાથે ટકરાઇ

2/8
image

ઋષભ પંતના સંબંધીઓએ જણાવ્યું કે જ્યારે કાર દિલ્હી નરસન બોર્ડર પર ડિવાઇડર સાથે પંત પોતે ગાડી ચલાવી રહ્યા હતા. તેમને તાત્કાલિક સક્ષમ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ આગળની સારવાર માટે મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. ડીડીસીએના સચિવ સિદ્ધાર્થ સાહેબ સિંહેના એક નિવેદનમાં કહ્યું કે 'અમે બધા ચિંતિત છીએ, પરંતુ આભાર છે કે તેમની હાલત સ્થિત છે. અમે તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ. 

આ 5 મોટા ક્રિકેટર્સ પણ ગંભીર અકસ્માતમાં માંડ માંડ બચ્યા

3/8
image

વર્લ્ડ ક્રિકેટમાં એવા પણ ક્રિકેટર્સ છે, જેમણે મોતને નજીકથી જોયું છે. ભયાનક અકસ્માતમાં આ ક્રિકેટર્સનો જીવ માંડ માંડ બચ્યો છે. આવો એક નજર કરીએ તે ક્રિક્રેટર્સ પર: 

મોહમ્મદ શમી

4/8
image

મોહમ્મદ શમી વર્ષ 2018માં દેહરાદૂનથી નવી દિલ્હી આવતી વખતે કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. તે અકસ્માત સમયે શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. શમીએ દુર્ઘટનામાંથી સાજા થતા મેદાન પર શાનદાર વાપસી કરી હતી.

કરુણ નાયર

5/8
image

જુલાઈ 2016માં કરુણ નાયરનો અકસ્માત થયો હતો. કરુણ નાયર કેરળમાં રજાઓ માણી રહ્યા હતા. કરુણ તેના સંબંધીઓ સાથે પમ્પા નદીની પાર બોટમાં અરનમુલા મંદિર જઈ રહ્યા હતા, પરંતુ બોટને અકસ્માત નડ્યો અને કરુણને થોડે દૂર તરીને જવું પડ્યું હતું. જોકે, નજીકના ગ્રામજનોએ તેમને બચાવી લીધા હતા.

નિકોલસ પૂરન

6/8
image

વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન જાન્યુઆરી 2015માં એક ભયાનક અકસ્માતનો શિકાર બન્યો હતો. ત્યારબાદ નિકોલસ પૂરન ચાલી પણ શકતા ન હતા. નિકોલસ પૂરનને બે પગની સર્જરી કરાવવી પડી હતી. નિકોલસ પૂરનને મહિનાઓ સુધી વ્હીલચેરમાં રહેવું પડ્યું હતું.

ઓશાને થોમસ

7/8
image

ફેબ્રુઆરી 2020માં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓશાને થોમસનો જમૈકામાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં થોમસની કાર પલટી ખાઇ ગઈ હતી અને તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે સમયે ડોક્ટરોએ ઓશેને થોમસને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી.

બ્રુસ ફ્રેન્ચ

8/8
image

બ્રૂસ ફ્રેંચને 1987-88 માં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન પ્રેક્ટિસ વખતે ભીડના એક દર્શકે બોલ પરત કરતી વખતે માથામાં બોલ માર્યો હતો. ત્યારબાદ બ્રૂસ ફ્રેંચને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. બ્રૂસ ફ્રેંસ હોસ્પિટલના દરવાજા પર જ હતા કે ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ જ્યારે બ્રૂચ હોસ્પિટલમાં હતા ત્યારે ડોક્ટરના રૂમમાં તેમના માથા પર લાઇટ પડી હતી, કારણ કે તે ખુરશીથી ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.