ભારતનો એકમાત્ર વ્યક્તિ, જેની પાસે ખુદની ટ્રેન, જાણો કઈ રીતે બની ગયો રેલવેની એક ટ્રેનનો માલિક

Indian Railway Facts: વ્યક્તિ ગમે તેટલો ધનવાન હોય, તેની પાસે પોતાની કાર હોય, પોતાનું પ્રાઈવેટ પ્લેન હોય, પોતાની પ્રાઈવેટ યાટ પણ હોય, પરંતુ તેની પાસે પોતાની ટ્રેન નથી. દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આજ સુધી ટ્રેનના માલિક બની શક્યા નથી. પરંતુ આજે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એક આખી રેલવે ટ્રેનનો માલિક બની ગયો હતો.

1/6
image

Indian Railway:  રેલવે સ્ટેશનો પર તે જાહેરાત તો તમે ખુબ સાંભળી હશે કે રેલવે તમારી સંપત્તિ છે. તેની સુરક્ષાની જવાબદારી તમારી છે.... પરંતુ તેનો અર્થ એવો ક્યારેય નથી કે તમે રેલવેના માલિક બની ગયા છો કે ટ્રેન તમારી થઈ ગઈ છે. રેલવે સ્ટેશન હોય કે ટ્રેન કે પછી રેલવેની બીજી સંપત્તિ, બધા પર અધિકાર ભારત સરકારનો છે. ભારતીય રેલવે, ટ્રેનોનો માલિકી હક ભારત સરકારની પાસે છે. લોકો કેટલા પણ ધનવાન હોય, તેની પાસે પોતાની કાર, પોતાનું પ્રાઇવેટ પ્લેન ત્યાં સુધી કે પ્રાઇવેટ યાટ હોઈ શકે છે, પરંતુ ખુદની ટ્રેન ન હોઈ શકે. દેશના મોટા-મોટા ઉદ્યોગપતિઓ ક્યારેય ટ્રેનના માલિક બની શક્યા નથી. પરંતુ આજે એક વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ જે આખી ટ્રેનનો માલિક બની ગયો હતો. આ કોઈ છેતરપિંડી કે નકલી નથી પરંતુ તે કાનૂની મહોર સાથે થયું છે.

આખી ટ્રેનનો માલિક

2/6
image

તમે ભલે આ વાંચીને ચોંકી જાવ. તમે આ વાત ન માનો, પરંતુ આ વાત સો ટકા સત્ય છે. રેલવેની ખુદની એક ભૂલને કારણે સામાન્ય વ્યક્તિ આખી ટ્રેનનો માલિક બની ગયો હતો. પંજાબના લુધિયાણાના કટાણા ગામમાં રહેનાર સામાન્ય ખેડૂત સંપૂર્ણ સિંહે તે કરી દેખાડ્યું તે મોટા-મોટા ઉદ્યોગપતિઓ ન કરી શક્યા. સંપૂર્ણ સિંહ દિલ્હીથી અમૃતસર જતી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસના માલિક બની ગયા.

 

 

કઈ રીતે ટ્રેનનો માલિક બની ગયો વ્યક્તિ

3/6
image

આ ઘટના વર્ષ 2007ની છે. લુધિયાણા-ચંદીગઢ રેલવે લાઇન નાખવા માટે રેલવે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી રહી હતી. રેલવે લાઇન નાખવા માટે ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં આવી રહી હતી. સંપૂર્ણ સિંહની જમીન પણ રેલવે લાઇનની વચ્ચે આવી હતી. જમીનના બદલામાં રેલવેએ તેમને પ્રતિ એકર 25 લાખ રૂપિયા આપ્યા હતા. થોડા દિવસો તો ઠીક હતું, પરંતુ જેમ જ સંપૂર્ણ સિંહને ખબર પડી કે રેલવેએ પડોશના ગામમાં એ જ મોટી જમીન માટે પ્રતિ એકર 71 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે, તો તે ગુસ્સે થઈ ગયો.

રેલવેને ખુદની ભૂલ ભારે પડી

4/6
image

રેલવેએ એક જ જમીન માટે બે ખેડૂતોને અલગ-અલગ ભાવ આપ્યા હતા. રેલવેના આ બેવડા માપદંડ સામે સંપૂર્ણ સિંહ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટે ખેડૂતની તરફેણમાં ચુકાદો આપ્યો અને વળતરની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો. બાદમાં મૂલ્યાંકન મુજબ વળતરની રકમ વધારીને 1.47 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. કોર્ટે રેલવેને ખેડૂત સંપૂર્ણ સિંહને તમામ ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ માટે કોર્ટે રેલવેને 2015 સુધીનો સમય આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ રેલવેએ વળતર આપ્યું, પરંતુ માત્ર 42 લાખ રૂપિયા.

 

ટ્રેનને જપ્ત કરવાનો આદેશ

5/6
image

2017 માં, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જસપાલ વર્માએ લુધિયાણા સ્ટેશન પર ટ્રેનને અટેચ કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે રેલવેએ વળતરની બધી રકમ ચૂકવી નથી. કોર્ટના આદેશ પર ખેડૂત સંપૂર્ણ સિંહ રેલવે અધિકારીઓ સાથે રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાં ઉભી રહેલી અમૃતસર સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જપ્ત કરી અને તે ટ્રેનના માલિક બની ગયા.

 

રેલવેને પોતાની ભૂલનો અહેસાસ થયો

6/6
image

રેલવેને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે કોર્ટની માફી માંગી અને ટૂંક સમયમાં સંપૂર્ણ સિંહને વળતરની રકમ ચૂકવવાનું વચન આપ્યું.સેક્શન એન્જિનિયરે કોર્ટના અધિકારી મારફત ટ્રેનને મુક્ત કરાવી હતી. રિપોર્ટ્સ અનુસાર આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. પરંતુ દેશનો આ પહેલો કિસ્સો હતો, જ્યાં એક ખેડૂત આખી ટ્રેનનો માલિક બની ગયો હતો.