સાવધાન! આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી; ગુજરાતના આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ

Gujarat Monsoon 2023: ગુજરાતમાં વાવાઝોડા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 8 તાલુકામાં તો 4 ઈંચ કરતાં વધુ તો 31 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.

1/4
image

રાજ્યમાં આજે સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બીજી બાજુ અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના નિકોલ, નરોડા સહિતના વિસ્તારમાં તો વરસાદી પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ડૂબ્યો છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 29 અને 30 જૂને અતિભારે વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આગામી 2 દિવસ ભારે

2/4
image

અમદાવાદમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું વાતાવરણ સર્જાય તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરે છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ પણ જ્યારે કરાયું હતું. અગાઉ આ આગાહીને લઈને એનડીઆરએફ સહિતની દળની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં 29 અને 30 જૂને અતિભારે વરસાદની આગાહી

3/4
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

4/4
image

સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી વરસાદની ગતિ ધીમી પડશે અને વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે.