Photos : ઉપલેટાના ગુજરાતીનો અમેરિકામાં ડંકો, નરેશ સોલંકી બન્યા સેરીટોસ સિટીના મેયર
હનીફ ખોખર/જુનાગઢ :ઉપલેટાના ગુજરાતીએ અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા આહિર નરેશભાઈ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલી સેરીટોસ સિટીના મેયર બન્યા છે. આમ, એક ગુજરાતીની આ પદ મળતા અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં આનંદની લાગણી છવાઈ છે. તેમજ ગુજરાતમાં રહેતા તેમના પરિવારમાં જ ખુશીની લહેર છવાઈ ગઈ છે.
ઉપલેટાના નરેશ સોલંકી સાઉથ કેલિફોર્નિયામાં રિટેઈલ ગ્રોસરી સુપર માર્કેટ કંપનીના સીઈઓ અને પ્રેસિડન્ટ પદ ધરાવે છે. તેમનો પરિવાર પણ સેરીટોસ સિટીમાં રહે છે. વર્ષ 1988થી અમેરિકાના સેરોટીસ શહેરમાં રહેતા નરેશ સોલંકી વર્ષ 2015માં સેરોટીસ સિટી કાઉન્સીમાં પ્રથમવાર ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2007થી 2015 સુધી તેઓ સેરોટીસ શહેરના પ્લાનિંગ કમિશનર તરીકે નિમણૂક મેળવી હતી.
આમ, ઉપલેટાના રહેવાસી ગુજરાતી અમેરિકામાં મેયર બન્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે.
Trending Photos