શિયાળામાં કેટલા લીટર પાણી પીવું જરૂરી...ખાસ જાણો, નહીં તો બેદરકારી ભારે પડી જશે

પાણી આપણા શરીર માટે ખુબ મહત્વપૂર્ણ છે. એ વાત આપણે સારી પેઠે જાણીએ છીએ. પાણી વગર જીવન શક્ય નથી. ગરમીમાં તો આપણે પાણી પીવા પર ખુબ ધ્યાન આપીએ છીએ પરંતુ શિયાળો આવતા જ પાણી અંગે બેદરકાર બની જઈએ છીએ. શિયાળામાં ઓછું પાણી પીએ છીએ. બધાને  લાગે છે કે શિયાળામાં આપણા શરીરને ઓછા પાણીની જરૂર પડે. પરંતુ એ જાણવું જરૂરી છે કે શિયાળામાં આપણે હકીકતમાં કેટલું પાણી પીવું જોઈએ. 

3 થી 3.5 લીટર

1/8
image

આપણા બોડીનું મિકેનિઝમ એવું નથી કે ગરમીમાં વધુ પાણી પીવું જોઈએ અને ઠંડીમાં ઓછું પાણી પીવું જોઈએ. આપણે શિયાળામાં દિવસમાં લગભગ 8થી 10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. એટલે કે લગભગ સાડા ત્રણ લીટર સુધી.   

પાણી પ્રત્યે બેદરકારી

2/8
image

શિયાળો શરૂ થઈ ગયો છે. આ સીઝનમાં સૌથી વધુ બેદરકાર આપણે પાણી પ્રત્યે રહીએ છીએ. મોટાભાગે લોકો વિચારે છે કે ઠંડીમાં ગરમીની સરખામણીમાં પાણીની ઓછી જરૂર પડે છે. 

ઓછી તરસ

3/8
image

પાણીની તરસ અનેક વાત પર નિર્ભર કરતી હોય છે. આપણી આસપાસના વાતાવરણ સાથે સીધો સંબંધ હોય છે. કારણ કે જ્યાં ગરમ પ્રદેશોમાં લોકો વધુ પાણી પીવે છે ત્યાં ઠંડા પ્રદેશોમાં લોકો ઓછું પાણી પીતા હોય છે. 

વાતાવરણ

4/8
image

પાણીની તરસ અનેક વાત પર નિર્ભર કરતી હોય છે. આપણી આસપાસના વાતાવરણ સાથે સીધો સંબંધ હોય છે. કારણ કે જ્યાં ગરમ પ્રદેશોમાં લોકો વધુ પાણી પીવે છે ત્યાં ઠંડા પ્રદેશોમાં લોકો ઓછું પાણી પીતા હોય છે. 

હાઈડ્રેટ

5/8
image

ગરમીના સમયમાં આપણા શરીરમાંથી પરસેવો પાણીની જેમ નીકળતો હોય છે. આથી બોડીને હાઈડ્રેટ રાખવા માટે વધુ પાણી પીતા હોઈએ છીએ જ્યારે શિયાળામાં એવું હોતું નથી.   

ઉંમર

6/8
image

ઉંમરને પણ તરસ સાથે સીધો સંબંધ હોય છે. કારણ કે જ્યાં નાની ઉંમરના બાળકો ભાગતા દોડતા રહે છે અને વધુ શારીરિક ગતિવિધિ કરે છે તો તેમને વધુ પાણીની જરૂર પડે છે. બીજી બાજુ ઉંમર વધવાની સાથે આપણને ઓછા પાણીની જરૂર પડે છે. 

ગરમ દવાઓ

7/8
image

અનેક પ્રકારની બીમારીઓમાં દર્દીને વધુ પાણીને જરૂર પડે છે. ગરમ દવાઓના સેવનથી તેમનું પાણી ઈનટેક વધી જાય છે. 

disclaimer:

8/8
image

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.