Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારો

Daan On Akshaya Tritiya: હિંદુ પંચાગના અનુસાર વૈશાખ શુક્લ પક્ષની તૃતિયા તિથિ પર આ વખતે 10 મેના રોજ પડી રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઇએ કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન તમને ધનવાન બનાવી શકે છે. જાણો અક્ષય તૃતિયા પર કઇ વસ્તુઓનું દાન કરી શકાય છે. 

અક્ષય તૃતિયા દાન

1/6
image

શાસ્ત્રોમાં અક્ષય તૃતિયા પર સોના-ચાંદી ખરીદવું શુભ ગણવામાં આવે છે. આ દિવસે એકદમ શુભ દિવસોમાંથી એક ગણવામાં આવે છે. એટલા માટે માંગલિક કાર્ય જો આ દિવસે કરવામાં આવે, તો વિશેષ લાભ થાય છે. કહેવાય છે કે જો આ શુભ દિવસે તમે કંઇક ખાસ વસ્તુઓનું દાન કરો છો, તો જીવનમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ વર્તાતી નથી. જાણો કઇ વસ્તુઓનું દાન કરવું જોઇએ. 

પથારીનું કરો દાન

2/6
image

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર અક્ષય તૃતિયાના દિવસે પથારીનું દાન કરવાથી ખુશીઓ આવે છે. આમ કરવાથી પિતૃ તો પ્રસન્ન થાય છે. સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે. આ દિવસે પથારીનું દાન કરવાથી દેવી દેવતાઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. 

કપડાંનું દાન

3/6
image

શાસ્ત્રોન અનુસાર અક્ષય તૃતિયા પર જરૂરિયાતમંદ લોકોને કપડાં દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે જે લોકો આ દિવસે કપડાંનું દાન કરે છે તેમને રોગોમાંથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્યમાં સારો લાભ જોવા મળે છે. સાથે જ તમને દેવામાંથી મુક્તિ મળે છે. 

ચંદનનું દાન

4/6
image

દુર્ઘટનાઓથી બચવા માટે અક્ષય તૃતિયાના દિવસે ચંદનનું દાન કરવું જોઈએ. આ સાથે એવું કહેવામાં આવે છે કે ચંદનનું દાન કરવાથી તમારા જીવનમાં પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ થતું નથી. ખરાબ કાર્યો પૂર્ણ થવા લાગે છે અને વ્યક્તિના કોઈપણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી.

કંકુ કરો દાન

5/6
image

શાસ્ત્રોમાં કુમકુમને પ્રેમ અને શણગારનું પ્રતિક માનવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અક્ષય તૃતિયાના દિવસે કુમકુમનું દાન કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. કુમકુમનું દાન કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

જળનું કરો દાન

6/6
image

અક્ષય તૃતિયા પર ખૂબ ગરમી હોય છે, એવામાં જો તમે આ દિવસે લોકોને પાણીનું દાન કરો અથવા ઠંડુ પાણી આપો તો તેનાથી ભગવાનની કૃપા વરસશે. પાણીનું દાન કરવાથી સામેની વ્યક્તિની તરસ તો છીપાય છે પણ માનસિક શાંતિનો અનુભવ પણ થાય છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે જળનું દાન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)