બુધનું મોટુ ગોચર બનાવશે ભદ્ર રાજયોગ, ખુલી જશે 4 રાશિના જાતકોના ભાગ્યનું તાળું

દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં બુધ સ્વયંમની રાશિ કન્યા રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ભદ્ર રાજયોગનું નિર્માણ થશે, જે કેટલાક જાતકો માટે લાભકારી રહેશે. 

1/5
image

Budh Bhadra Raj Yog: ગ્રહોના રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિને શુભ કે અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. તો ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ, કારોબાર અને બુદ્ધિમતાના કારક માનવામાં આવે છે. બુધના રાશિ પરિવર્તનથી દરેક જાતકો પર પ્રભાવ પડે છે. તો દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં બુધ સ્વયંની રાશિ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ભદ્ર રાજ યોગનું નિર્માણ થશે. આ યોગના નિર્માણથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે. આવો જાણીએ તે રાશિઓ વિશે.

2/5
image

બુધ કન્યા રાશિનો સ્વામી છે. તેથી બુધનું કન્યા રાશિમાં ગોચર અને ભદ્ર રાજયોગ આ રાશિના લોકોના ભાગ્યોદયનું કારણ બનશે. ધંધો કરી રહેલા લોકોને મોટો લાભ થઈ શકે છે. ધનલાભની નવી તક મળશે. જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યા ખતમ થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. વેપારમાં બનાવેલી નવી યોજનાઓમાં સફળતા મળશે. કુલ મળીને આ સમય અને ગોચર તમારા માટે શુભ રહેશે. 

મીન રાશિ

3/5
image

મીન રાશિ માટે ભદ્ર રાજ યોગ શુભ જોવા મળી રહ્યો છે. આ યોગ બનવાથી તમને ધનલાભ થશે. વેપારની સ્થિતિઓ મજબૂત બનશે. તો જે લોકોના લગ્ન થયા નથી, તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સંતાન સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. તો લગ્ન જીવન પણ સુખમય રહેશે. 

મિથુન રાશિ

4/5
image

બુધના રાશિ પરિવર્તનથી  બનેલો ભદ્ર રાજ યોગ મિથુન રાશિના જાતકો માટે ખુબ લાભદાયક રહેવાનો છે. આ રાશિના લોકોને વેપારમાં સફળતાઓ મળશે. આર્થિક સ્થિતિઓ મજબૂત બનવાની સાથે ધનલાભનો પણ યોગ બની રહ્યો છે. માનસિક તણાવ ખતમ થઈ જશે. પરિવારના લોકો સાથે સમય પસાર કરશો. કોઈ લાંબી યાત્રા પર જવું પડી શકે છે. 

સિંહ રાશિ

5/5
image

સિંહ રાશિના લોકો માટે બુધ ગોચરથી બનેલો ભદ્ર રાજયોગ ફળદાયી સાબિત થશે. આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સમય તમારા માટે જમીન કે ઘરમાં રોકાણ કરવા માટે શુભ માનવામાં આવી રહ્યો છે. તો શેર બજારમાં રોકાણ કરવું પણ ફાયદાકારક રહેશે. લવ લાઇફમાં પાર્ટનરનો સાથ મળશે.