Asian Games 2023: ચીનમાં એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ, જુઓ ઓપનિંગ સેરેમનીની Photos

Asian Games 2023 Opening Ceremony: ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ શરૂ થઈ ગઈ છે. એશિયન ગેમ્સના ઉદઘાટન સમારોહમાં 2500 થી વધુ કલાકારોએ પરફોર્મ કર્યું હતું. 90-મિનિટના લાંબા કાર્યક્રમમાં ચીનના સાંસ્કૃતિક વારસા અને અદભૂત દ્રશ્યો દ્વારા હજારો વર્ષની સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીના મિશ્રણ દ્વારા દર્શાવવામાં આવી હતી, જે આધુનિકીકરણ તરફના ચીનના માર્ગના સમર્પિત પ્રયાસોને દર્શાવે છે.
 

1/5
image

એશિયન ગેમ્સ 2023નો ઉદઘાટન સમારોહ હેંગઝોઉના ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમમાં યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહ્યા હતા. આ વખતે એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રમાશે.

2/5
image

એશિયન ગેમ્સ 2023માં ભારતમાંથી કુલ 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 ઈવેન્ટમાં પડકાર આપશે. આ ગેમ્સમાં 45 દેશોના 12000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

3/5
image

ગત વર્ષે 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 9મી એશિયન ગેમ્સ યોજાવાની હતી, પરંતુ ચીનમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ આ ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી. ચીનમાં આ ત્રીજી વખત એશિયન ગેમ્સ યોજાઈ રહી છે.

4/5
image

ભારતીય ટુકડીનું નેતૃત્વ ધ્વજવાહક હરમનપ્રીત સિંહ, પુરૂષ હોકી ટીમના કેપ્ટન અને બોક્સર લોવલિના બોર્ગોહેને એથ્લેટ્સની પરેડમાં કર્યું હતું. જો કે ટીમમાં 625 ખેલાડીઓ, 260 કોચ અને અન્ય સહાયક સ્ટાફ સહિત 921 સભ્યોનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંથી માત્ર 200 જ સમારંભમાં હાજર રહ્યા હતા.

5/5
image

ભારતના 655 ખેલાડીઓમાંથી 332 પુરૂષો અને 323 મહિલા છે. ભારતની એથ્લેટિક્સ ટીમમાં 68 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે શૂટિંગ અને રોઇંગમાં 33-33 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. આ સાથે જ PM નરેન્દ્ર મોદીએ પણ એશિયન ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.