આ શું થવા બેઠું છે? ભરશિયાળે ઠંડીમાં વરસાદ અને હવે છે વાવાઝોડાનો ખતરો! જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel's big prediction: ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, સાવધાન રહેવાની હવે જરૂર છે.. જી હાં, ડિસેમ્બરનો આ મહિનો કાતિલ ઠંડીમાં પસાર કરવાના એંધાણ વર્તાય રહ્યા છે. ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરે છે. ઠંડી અને માવઠાનો કેવો રહેશે ગુજરાતમાં દૌર.
દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગ નું રેડ એલર્ટ છે. ગુજરાત પર શુ આફત આવશે તે આગાહી જોઈ લઈએ. 17-20 ડિસેમ્બરના રોજ કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં અલગ અલગ સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન ફૂંકાવવાની અને વીજળી ચમકવાની શક્યતા છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે. તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો છવાશે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે. આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે. જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે?
દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. . દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથવાત રહેશે.
ગુજરાતવાસીઓએ 15 ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો એહસાસ કરવો પડશે. જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે. ડિસેમ્બર 14થી 19 તારીખ સુધી તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. 19 તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો અહેસાસ વધશે.
બીજી તરફ આગામી 48 કલાકમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.. મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે.. માવઠાની સાથે-સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે..
15 ડિસેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ પડી શકે છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવમાં 16-17 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Trending Photos