સેક્સ ટુરિઝમ માટે ફેમસ હોવા છતા, આ સ્થળોએ KISS કરવા પર છે પ્રતિબંધ

આશ્ચર્યની વાત તો એ છે કે, આમાંથી અનેક દેશો સેક્સ ટુરિઝમ માટે ફેમસ છે. પરંતુ અહી પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન અંતર્ગત ગુનો માનવામાં આવે છે

ઝી મીડિયા/બ્યૂરો :હંમેશા લોકો પ્રેમમાં પડ્યા બાદ પાર્ટનર સામે તેનો એકરાર કરે છે. પ્રેમમાં પ્રપોઝ કરવા માટે લોકો પાર્ટનરને Kiss પણ કરે છે. હવે Kiss કરવી બહુ જ સામાન્ય વાત કહેવાય છે. પણ શુ તમે જાણો છો કે, દુનિયામાં અનેક એવા દેશો છે, જ્યાં પબ્લિકમાં Kiss કરવુ અપરાધ ગણાય છે. આવુ કરતા પકડાઈ જવા પર જેલની હવા ખાવી પડી શકે છે. અથવા તો દંડનો સામનો કરવો પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આમાંથી અનેક દેશો સેક્સ ટુરિઝમ માટે ફેમસ છે. પરંતુ અહી પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન અંતર્ગત ગુનો માનવામાં આવે છે. આજે આપણે આવા દેશો વિશે જાણીશું. 
 

ચીન

1/5
image

ચીની રિવાજ અનુસાર, પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન એટલે કે સરેઆમ પ્રેમનો એકરાર કરવો પ્રતિબંધ છે. આજે પણ અહી ટેબૂ માનવામાં આવે છે. 

વિયેતનામ

2/5
image

વિયેતનામી સંસ્કૃતિમાં પરિવર્તન છતા, અહી આજે પણ પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન ગુનો માનવામાં આવે છે. ખાસી કરીને અહી જો તમે શહેરથી બહાર હોવ અથવા તો કોઈ નાના ગામડામાં હોવ તો રોમેન્ટિક વ્યવહાર પર કન્ટ્રોલ રાખવો.   

દૂબઈ, UAE

3/5
image

આ દેશમાં જાહેરમાં Kiss કરવુ તો દૂર, પણ હાથ પકડવો પણ ગુનો છે. આવુ કરવા પર તમને ભારે મુસીબતનો સામનો કરવો પડી શકે છે. જાહેરમાં Kiss કરતા પકડાવા પર જેલની હવા ખાવી પડી શકે છે. 

ઈન્ડોનેશિયા

4/5
image

ઈન્ડોનેશિયામાં સાર્વિજનિક રીતે કિસ કરવા પર પ્રતિબંધ છે. આવુ કરતા પકડાવા પર કપલને જેલની સજા થાય છે. એટલુ જ નહિ, અહી જાહેરમાં ફટકા મારવામાં આવે છે. 

થાઈલેન્ડ

5/5
image

થાઈલેન્ડ સેક્સ ટુરિઝમ માટે ફેમસ છે. બેંગકોકમાં અનેક રેડ લાઈડ એરિયા છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડમાં 3 મિલિયનથી વધુ એક્ટિવ સેક્સ વર્કર્સ છે. પરંતુ આ દેશમાં સાર્વજનિક રીતે કિસ કરવાની મનાઈ છે. આવુ કરતા પકડાવા પર ભારે દંડ ભરવો પડે છે. અથવા તો જેલના સળિયા પાછળ ધકેલાવુ પડે છે.