વજન ઓછું કરવા માટે તમે પણ કરો છો જીરાનું સેવન, તો થઈ જાઉં સતર્ક, હાલ થશે બેહાલ

lose weight: વજન ઘટાડવા માટે ઘણા લોકો જીરાનું પાણી પીવે છે અથવા જીરાનું સેવન કરે છે. જે લાભને બદલે નુકસાન કરી શકે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. 

વજન ઓછું કરવા માટે તમે પણ કરો છો જીરાનું સેવન, તો થઈ જાઉં સતર્ક, હાલ થશે બેહાલ

side effects of cumin​: ભોજનનો સ્વાદ વધારવા કે વજન ઘટાડવા માટે લોકો જીરાનું સેવન કરે છે. કારણ કે જીરું દરેક રોગની દવા છે. જીરામાં વિટામિન E, A, આયર્ન, કોપર જેવા મિનરલ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જીરું ફાયદાકારક હોવા છતાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું પણ કામ કરે છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો જીરાનું પાણી પીવે છે અથવા જીરાનું સેવન કરે છે. જે લાભને બદલે નુકસાન કરી શકે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. આવો અમે તમને અહીં જણાવીએ કે, જીરુંનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

જીરાનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને આ નુકસાન થઈ શકે છેઃ

હાર્ટબર્ન-
જીરું પેટમાં ગેસ માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે તેનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો હાર્ટબર્ન એટલે કે છાતીમાં જલન થવાની સમસ્યા થઈ શકે છે. આનું કારણ એ છે કે, જીરું ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટમાંથી પિત્તની સમસ્યાને ખૂબ જ ઝડપથી દૂર કરે છે. જેના કારણે તમને હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે. એટલા માટે વસ્તુઓનું વધુ પડતું સેવન કરવાનું ટાળો.

વધારે બ્લિડિંગઃ
મહિલાઓએ જીરુંનું વધુ સેવન ન કરવું જોઈએ. કારણ કે, જીરું ખાવાથી તમને માસિક ધર્મ દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે માસિક ધર્મ દરમિયાન જીરુંનું સેવન કરો છો, તો વધુ બ્લિડિંગની સમસ્યા થઈ શકે છે. એટલા માટે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ.

ઉલ્ટીની સમસ્યાઃ
જીરાના પાણીનું વધુ સેવન કરવાથી તમારા મગજને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તેની સાથે તમને ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે જીરુંનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

લીવર નુકસાનઃ
જીરામાં હાજર તેલ તમારા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે જીરાનું વધુ સેવન કરો છો, તો કિડની અથવા લીવરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે જીરુંનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં નિષ્ણાતોની સલાહ લો.  ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news