પીળા પડેલા દાંત પણ થઈ જશે મોતી જેવા સફેદ, જાણો દાંત પરથી પીળાશ દુર કરવાના દેશી નુસખા

Teeth Cleaning Tips: સવારે અને સાંજે બ્રશ કરવા છતાં પણ ઘણી વખત દાંત ઉપર પીળાશ જામી જાય છે ત્યારે આજે તમને કેટલાક ઘરગથ્થુ ઈલાજ જણાવીએ જેની મદદથી તમે પીળા પડેલા દાંતને મોતી જેવા સફેદ કરી શકો છો.

પીળા પડેલા દાંત પણ થઈ જશે મોતી જેવા સફેદ, જાણો દાંત પરથી પીળાશ દુર કરવાના દેશી નુસખા

Teeth Cleaning Tips: સવારે અને સાંજે બ્રશ કરવા છતાં પણ ઘણી વખત દાંત ઉપર પીળી છારી જામી જાય છે. જેને પ્લાક પણ કહેવાય છે. આ સમસ્યા ના કારણે દાંત સડવાની તકલીફ પણ થઈ શકે છે. સૌથી વધારે તો તેના કારણે તમારી પર્સનાલિટી પર અસર પડી શકે છે. પીળા દાંત શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. તેવામાં આજે તમને કેટલાક ઘરગથ્થુ ઈલાજ જણાવીએ જેની મદદથી તમે પીળા પડેલા દાંતને મોતી જેવા સફેદ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે દાંતને સફેદ કરી શકો છો.

આ પણ વાંચો:

દાંતની પીળાશ દૂર કરવાના ઘરગથ્થુ ઈલાજ

બેકિંગ સોડા

જો તમે દાંત ઉપર જામેલી પીળાશ ને દૂર કરવા માંગો છો તો એક ચમચી બેકિંગ સોડા લેવી અને તેમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી આ પેસ્ટને દાંત ઉપર લગાડો અને થોડી મિનિટ પછી કોગળા કરી લો. બેકિંગ સોડા તમારા દાંત પરથી પીડાશ દૂર કરશે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરશે. 

નાળિયેરનું તેલ

નાળિયેરના તેલની મદદથી ઓઇલ પુલિંગ કરીને તમે મોઢામાં જામેલી ગંદકી અને બેક્ટેરિયા દૂર કરી શકો છો. તેના માટે નાળિયેરનું તેલ મોઢામાં થોડી વખત રાખી અને પછી કોગળા કરી લેવા. આમ કરવાથી બેક્ટેરિયા અને પેઢાના સોજા ની તકલીફ પણ દૂર થાય છે.

વિનેગર

એપલ સીડર વિનેગર પણ એક નેચરલ એસિડ છે. જે દાંત ઉપર જામેલા પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક કપ પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરવું અને તેને બે થી ત્રણ મિનિટ સુધી પોતાના મોઢામાં રાખી ફેરવવું અને પછી કોગળા કરી લેવા.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news