કોરોના બાદ ઘર-ઘરમાં ઘૂસી ગઈ આ બીમારી, તમારું ઘર પણ બાકાત નહિ હોય
World Sleep Day 2024: માર્ચ મહિનાનો બીજો શુક્રવાર વર્લ્ડ સ્લીપ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આંકડો કહે છએ કે, કોવિડ બાદ લોકોની લાઈસ્ટાઈલમાં એકાએક બદલાવ આવ્યો છે, જેની અસર લોકોની ઊંઘ પર પડી છે
Trending Photos
Post-Covid obsession : કોરોના તો જતો રહ્યો, પરંતું કોરોના કરતા પણ ગંભીર બીમારી માણસના શરીરમાં ઘર કરી ગઈ છે. એવુ કોઈ ઘર બાકી નહિ હોય જ્યાં આ બીમારી ન હોય. કોવિડ બાદ લોકોમાં મોબાઈલનું વળગણ વધી ગયું છે. આ કારણે અનેક લોકો બેચેની, ડિપ્રેશન, અનિંદ્રાનો શિકાર બન્યા છે. માર્ચ મહિનાનો બીજો શુક્રવાર વર્લ્ડ સ્લીપ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આંકડો કહે છએ કે, કોવિડ બાદ લોકોની લાઈસ્ટાઈલમાં એકાએક બદલાવ આવ્યો છે. આ બદલાવ ઓનલાઈનના વધેલા ચલણને કારણે છે. જેની સીધી અસર લોકોની ઊંઘ પર થઈ રહી છે.
આંકડા કહે છે કે, ઓનલાઈન રહેવાને કારણે લોકોમાં રાત સુધી જાગવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેને કારણે ઊંઘ ન આવવી, સતત વિચારો આવવા અને સતત બેચેની રહેવી તેવા કિસ્સાઓ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં હવે તેમને દવાઓનો સહારો લેવો પડી રહ્યો છે.
મોડા સુધી જાગવાની ટેવ સુધારો
તબીબો કહે છે કિશોર અવસ્થાથી લઈને યંગસ્ટર્સમાં રાતે મોડા સુધી જાગવાની ટેવ પડી ગઈ છે. આ ઉપરાંત દારૂનું વ્યસન, તમાકું, મોબાઈલની આદત, સોશિયલ મીડિયાનું વળગણ વગેરે કારણે લોકોમા અનિંદ્રા વધી રહી છે. રિલેશનશિપ, વિવિધ પ્રકારની ગંભીર બીમારી, શારીરિક માનસિક થાકને કારણે લોકો ઊંઘની દવાઓનો સહારો લેતા થયા છે.
જ્યારથી બાળકોના હાથમાં મોબાઈલ આવોય છે, ત્યારથી તેઓ પણ મોબાઈલના આદિ બની ગયા છે. આ કુટેવો સુધારવાની જરૂર છે. નહિ તો દરેક વ્યક્તિ અનિંદ્રાનો ભોગ બની જશે.
આટલું કરો
માનસિક બીમારીમાં દર 100 માંથી 70 દર્દીને ઊંઘની દવાની જરૂર પડે છે. ત્યારે તબીબો કહે છે કે, સ્લીપ હાઈજીનને જીવનનો હિસ્સો બનાવવાની જૂર છે. રાતે સૂતા પહેલા ગરમ પાણીથી ન્હાવું જોઈએ, જેથી સારી ઊંઘ આવશે. ફિઝીકલ એક્ટિવિટી વધારવી જોઈએ. રાત્રિ ભોજન અને સૂવામાં બે કલાકનું અંતર રાખવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે