પ્લાસ્ટિકના સ્ટુલમાં શા માટે વચ્ચે રાખવામાં આવે છે કાણું? જાણો કારણ
Interesting Facts: શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પ્લાસ્ટિકના દરેક પ્રકારના સ્ટૂલમાં વચ્ચેના ભાગમાં એક કાણું રાખવામાં આવે છે. તમને ખબર છે આવું કરવાનું કારણ શું છે ?
Trending Photos
Interesting Facts: પ્લાસ્ટિકના સ્ટુલનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પ્લાસ્ટિકના દરેક પ્રકારના સ્ટૂલમાં વચ્ચેના ભાગમાં એક કાણું રાખવામાં આવે છે. તમને ખબર છે આવું કરવાનું કારણ શું છે ? નથી ખબર તો આજે તમને જણાવ્યું તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ.
આ પણ વાંચો:
પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પ્લાસ્ટિક બનાવનાર કંપનીએ વિજ્ઞાનના સામાન્ય નિયમોનું પાલન કરવું પડે છે. દુનિયાના કોઈપણ છેડામાં આવેલી કંપની હોય તેને આ નિયમનું પાલન કરવું જ પડે છે. પ્લાસ્ટિકનું સ્ટુલ હોય કે કોઈપણ વસ્તુ તેમાં એક નાનકડું હોલ રાખવું જ પડે છે. સ્ટુલમાં કાણું રાખવાનું કારણ હોય છે એર પ્રેશર અને વેક્યુમ ને જગ્યા આપવી. દુકાનમાં તમે જોયું હશે કે પ્લાસ્ટિકના સ્ટૂલ એકની ઉપર એક રાખવામાં આવે છે. તેવામાં જો આ સ્ટુલની અંદર કાણું ન હોય તો એર પ્રેશર માટે જગ્યા ન મળે અને તે સરળતાથી એકબીજાથી અલગ ન થઈ શકે.
આ સિવાય અન્ય એક કારણ એ પણ છે કે જે વધારે વજન વાળા વ્યક્તિ માટે તેને ઉપયોગી બનાવે છે. વધારે વજનવાળી વ્યક્તિ સ્ટૂલ ઉપર બેસે કે ઉભી થાય તો તે સરળતાથી તૂટતું નથી. તેનું કારણ સ્ટૂલની વચ્ચે બનેલું કાણું હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે