White Hair: મૂળમાંથી કાળા થવા લાગશે સફેદ વાળ, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક આયુર્વેદિક ઉપાય
White Hair:જો તમારે સફેદ થતા વાળને ફરીથી મૂળમાંથી કાળા કરવા હોય તો તમને તેના માટેના ચાર આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ. આ ચાર આયુર્વેદિક ઉપાયની મદદથી તમે સફેદ વાળને ફરીથી કાળા કરી શકો છો અને તે પણ કોઈ પણ પ્રકારની આડઅસર વિના.
Trending Photos
White Hair: લોકોની જીવનશૈલીમાં જે ફેરફાર થયા છે તેના કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા તે સામાન્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે માથામાં સફેદ વાળ દેખાવા લાગે તો ચિંતા વધી જાય તે પણ સ્વાભાવિક છે. વાળ સફેદ થવા પાછળ આમ તો ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે હોર્મોનલ ફેરફાર, પોષણની ખામી અને અન્ય આંતરિક સમસ્યાઓના કારણે પણ વાળ સફેદ થવા લાગે છે. કારણ કોઈ પણ હોય પરંતુ જો તમારે સફેદ થતા વાળને ફરીથી મૂળમાંથી કાળા કરવા હોય તો તમને તેના માટેના ચાર આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ. આ ચાર આયુર્વેદિક ઉપાયની મદદથી તમે સફેદ વાળને ફરીથી કાળા કરી શકો છો અને તે પણ કોઈ પણ પ્રકારની આડઅસર વિના.
સફેદ વાળને કાળા કરવાના આયુર્વેદિક ઉપાય
મહેંદી
મેંદી એવી વસ્તુ છે જે વાળમાં કુદરતી રંગ લાવવામાં મદદ કરે છે તેના માટે મહેંદીના પાવડરને લોઢાના વાસણમાં પલાળી દો અને પછી બીજા દિવસે સવારે તેમાં આમળાનો પાવડર મિક્સ કરીને વાળમાં લગાડો. એક કલાક પછી વાળને પાણીથી ધોઈ લો અને બીજા દિવસે કરો.
ભૃંગરાજ
ભૃંગરાજ વાળ માટે અમૃત સમાન ઔષધી છે. ઉપયોગ કરવાથી વાળ સફેદ થતાં અટકે છે અને તે વાળને હેલ્ધી પણ રાખે છે. તેના માટે તમે ભૃંગરાજ ઓઇલનો ઉપયોગ કરી શકો છો અથવા તો અન્ય કોઈપણ ઓઈલમાં પાવડર મિક્સ કરીને પણ લગાડી શકો છો. અઠવાડિયામાં એક વખત પાવડરનો ઉપયોગ કરવાથી પણ વાળ કુદરતી રીતે કાળા થવા લાગે છે.
ડુંગળી
ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે જે વાળને કાળા કરવામાં મદદ કરે છે અને તે સફેદ વાળને વધતા પણ અટકાવે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢીને તેને રૂની મદદથી વાળના મૂળમાં લગાડો ત્યાર પછી હળવા હાથે મસાજ કરો અને અડધી કલાક પછી વાળને શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવાથી તમને ફાયદો દેખાવા લાગશે.
આમળા
આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે અને તે વાળ માટે પણ ફાયદાકારક છે. તમે નાળિયેર તેલમાં આમળાનો પાવડર મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે અડધી વાટકી નાળિયેરનું તેલ લઈ તેમાં બે ચમચી આમળા નો પાઉડર રાત્રે મિક્સ કરી પલાળી દો. સવારે તેને વાળમાં લગાડો અને એક કલાક પછી શેમ્પુ કરી લો.
આ આયુર્વેદિક ઉપાયો નિયમિત રીતે કરવાથી સફેદ વાળ કુદરતી રીતે કાળા થાય છે અને વાળ સ્વસ્થ રહે છે તેમજ મજબૂત પણ બને છે
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે