While Buying and Styling a Skirt: સ્કર્ટ ખરીદતા અને સ્ટાઈલિંગ કરતાં સમયે આ પાંચ વાતોનું રાખો ખાસ ધ્યાન

સ્કર્ટ ખરીદતી વખતે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે, સ્કર્ટની લેન્થ, ડિઝાઈન, કલર અને અન્ય ઘણી વસ્તુઓ. જો તમે સ્કર્ટ ખરીદતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખશો તો એકદમ શાનદાર લાગશો.

While Buying and Styling a Skirt: સ્કર્ટ ખરીદતા અને સ્ટાઈલિંગ કરતાં સમયે આ પાંચ વાતોનું રાખો ખાસ ધ્યાન

નવી દિલ્હીઃ સ્કર્ટ ખરીદતી વખતે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે, સ્કર્ટની લેન્થ, ડિઝાઈન, કલર અને અન્ય ઘણી વસ્તુઓ. જો તમે સ્કર્ટ ખરીદતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખશો તો એકદમ શાનદાર લાગશો.

1. સ્કર્ટની લેન્થનું રાખો ધ્યાન-
સ્કર્ટની સાચી લેન્થ એ જ છે જે ઘૂંટણની બરાબર નીચે અથવા તેની ઉપર સુધી આવે. પરંતુ જો તમારી હાઈટ ઓછી છે તો ઘૂંટણની ઉપરવાળી લેન્થ એકદમ પર્ફેક્ટર રહેશે.

2. સ્કર્ટની સાથે સ્ટ્રાઈપ્ડ અથવા અન્ય પ્રિન્ટવાળી લેગિન્ઝ પહેરવી હોય તો-
જો તમે સ્કર્ટને લેગિન્ઝની સાથે પેયર કરવા માગો છો તો સેલ્ફ કલર્ડ લેગિન્ઝ પહેરો. એવામાં બ્લેક વ્હાઈટ અને રેડ કલર સારા રહે છે. અને સ્ટારઈપ્ડ, સ્પોટેડ પ્રિન્ટ્સ સ્કર્ટ સાથે ન પહેરો.

3. સ્કર્ટ સાથે ટોપનું કોમ્બિનેશન-
વધારે ફ્રિલ વાળું ટોપ પહેરશો તો ટોપ હાઈટલાઈટ થશે. સ્કર્ટને લાઈમલાઈટમાં રહેવા દો. લાઉડ પ્રિન્ટેડ, ફ્રિલ્સ અને ફલ્કી ટોપ સાથે સ્કર્ટની પેર ન કરો.

4. સ્કર્ટના ફેબ્રિકનું ધ્યાન રાખો-
સ્કર્ટ ખરીદતા સમયે તેના ફેબ્રિક પર લોકો ધ્યાન નથી આપતા જ્યારે સ્કર્ટનું ફેબ્રિક તેના લૂકને હાઈલાઈટ અથવા ડિમ કરી શકે છે. ટ્વિલ, સિલ્ક, લિનેન, કોટન, વિસ્કોઝ, પોલિસ્ટર જેવા ફેબ્રિકમાં અનેક પ્રકારના સ્કર્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. એક વાતનું ધ્યાન રાખવું કે, મુલાયમ ફેબ્રિક હિપ લાઈન પર ચિપકી જાય છે.

5. સ્કર્ટ ખરીદતી વખતે જરૂરી વાત-
સૌથી વધારે જરૂરી છે બોડી શેપનું ધ્યાન રાખવું. જો તમારા પગ વધારે મોટા છે તો મિની સ્કર્ટ ન ખરીદો. એવી જ રીતે પીયર શેપવાળી છોકરીઓ પર પેન્સિલ સ્કર્ટ સારું લાગે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news