આ એક નિવેદનના કારણે ગઈ વિરાટ કોહલીની કેપ્ટનશીપ? જાણો કોણે કર્યો ખુલાસો

દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવવાની કાર્યવાહી પર મોટુ નિવેદન આપ્યું છે.

આ એક નિવેદનના કારણે ગઈ વિરાટ કોહલીની કેપ્ટનશીપ? જાણો કોણે કર્યો ખુલાસો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવવાની કાર્યવાહી પર મોટુ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરે તેના કારણ વિશે જણાવ્યું છે. એ કારણ કે જેના લીધે વિરાટ કોહલીએ કદાચ કેપ્ટનશીપ ગુમાવવાનો વારો આવી ગયો. સુનીલ ગાવસ્કરે આ માટે વિરાટના એ નિવેદનને જવાબદાર ઠેરવ્યું જ્યારે તેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં આપ્યું હતું. 

ગાવસ્કરે જણાવ્યું કોહલીની કેપ્ટનશીપ જવાનું કારણ
પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં કહ્યું કે 'મને લાગે છે કે વનડેની કેપ્ટનશીપ પાછી લેવાની વાત વિરાટ કોહલીને લોકો વચ્ચે જાહેરાત કરતા પહેલા જ જણાવી દેવાઈ હશે. એવું નથી કે વિરાટ કોહલીને મીડિયા દ્વારા આ વાતની જાણ થઈ હશે. સિલેક્શન કમિટીના ચેરમેને તેને પહેલેથી જ જણાવી દીધુ હતું  અને તે સારી વાત છે. એવું નથી કે વિરાટને મીડિયાથી ખબર પડી હોય કે તેને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવી દેવાયો છે.'

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, મને લાગે છે કે બદલાવનું કારણ તે નિવેદન બન્યું જે વિરાટે હાલમાં આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે તે ટી20 કેપ્ટનશીપ છોડશે અને ટેસ્ટ-વનડેમાં કેપ્ટનશીપ કરવાનું ચાલું રાખવા માંગે છે. BCCI અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે મતભેદ બુધવારે જાહેર થઈ ગયા જ્યારે ટેસ્ટ કેપ્ટને બોર્ડના 'ખોટા' દાવાને ફગાવ્યો કે તેને ટી20 ટીમની કેપ્ટનશીપ નહીં છોડવા માટે મનાવવાની કોશિશ કરાઈ હતી. 

કોહલીએ ગાંગુલીના નિવેદનને ખોટો ગણાવ્યો
કોહલીએ ખુલાસો કર્યો કે તેમને કોઈએ પણ ટી20 કેપ્ટનશીપ છોડતા રોક્યો નહતો. હવે તેને લઈને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે સૌરવ ગાંગુલીને પૂછવું જોઈએ કે નિવેદનોમાં આ અંતર કેમ છે? કોહલીએ કહ્યું હતું કે ટી20 કેપ્ટનશીપ છોડતી વખતે મને કોઈએ કહ્યું નહતું કે કેપ્ટનશીપ ન છોડો. આ બાજુ ગાંગુલીએ કહ્યું કે કોહલીને અમે રિક્વેસ્ટ કરી હતી કે તે પદ પર યથાવત રહે. 

ગાવસ્કરે ગાંગુલી પાસે સ્પષ્ટીકરણ માંગ્યું
ગાવસ્કરે ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં જણાવ્યું કે મને લાગે છે કે કોહલીની આ ટિપ્પણી વાસ્તવમાં BCCI ને તસવીરમાં નથી દર્શાવતી. મને લાગે છે કે ગાંગુલી એ વ્યક્તિ છે જેને પૂછવું જોઈએ કે તેને આ ધારણા ક્યાંથી મળી કે તેમણે કોહલીને આવો સંદેશ આપ્યો છે. તો બસ આ વાત છે. હાં તેઓ બીસીસીસાઈના અધ્યક્ષ છે અને તેમને તે જરૂર પૂછવું જોઈએ કે આ અંતર કેમ છે? તમે જે કહેવા માંગો છો અને ભારતીય કેપ્ટને જે કહ્યું છે તેમાં અંતર વિશે પૂછવા માટે તેઓ કદાચ સૌથી યોગ્ય વ્યક્તિ છે. 

કમ્યુનિકેશન સ્પષ્ટ હોવું જોઈએ
સુનીલ ગાવસ્કરે એમ પણ કહ્યું કે, હંમેશા કમ્યુનિકેશનમાં સ્પષ્ટ લાઈન હોવાથી મદદ મળે છે. હવે જે પણ થયું છે, તેનાથી આગળ કમ્યુનિકેશન સ્પષ્ટ હોવું જોઈએ અને પસંદગી સમિતિના ચેરમેને આવીને ખેલાડીને જણાવવું જોઈએ કે કેમ પસંદગી કરાઈ અને કેમ નહીં. અત્રે જણાવવાનું કે વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ટી20ની કેપ્ટનશીપ છોડતા મને કોઈએ ન રોક્યો કે ન વાત કરી. આ અગાઉ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે કોહલીને ટી20 કેપ્ટનશીપ છોડતી વખતે કહેવાયું હતું કે તે તેને ન છોડે પરંતુ તે ન માન્યો. ત્યારબાદ પસંદગીકારોએ સફેદ બોલ ક્રિકેટ માટે એક કેપ્ટનના સિદ્ધાંત પર ચાલીને રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news