Belly Fat: પાતળી કમર માટે આ રીતે કરો ઇસબગુલનું સેવન, થોડા દિવસમાં ઘટી જશે વજન

Health Tips: આજે અમે તમને વનજ ઘટાડવા માટે ઇસબગુલનું સેવન કરવાની રીત જણાવીશું. તમે દરરોજ દૂધ કે પાણી સાથે ઇસબગુલનું સેવન કરીને ઝડપથી વજન ઘટાડી શકો છો. 
 

Belly Fat: પાતળી કમર માટે આ રીતે કરો ઇસબગુલનું સેવન, થોડા દિવસમાં ઘટી જશે વજન

નવી દિલ્હીઃ Ways to consume isabgol for weight loss: આજના સમયની લાઇફસ્ટાઇલ અને જંક ફૂડને કારણે લોકો મોટાપાના શિકાર બની રહ્યાં છે. ખાસ કરીને લોકો વૈલી ફેટથી ખુબ પરેશાન રહે છે કારણ કે પેટ પર જમા ચરબીને ઘટાડવાનું કામ ખુબ મુશ્કેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ઈસબગુલના સેવનથી તમે તમારૂ વજન કંટ્રોલ કરી શકો છો? જો નહીં તો આજે અમે તમને ઈસબગુલથી વજન ઘટાડવાની ટ્રિક જણાવીશું. ઇસબગુલનો ઉપયોગ લોકો કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે કરતા હોય છે. પરંતુજો તમે દરરોજ દૂધ કે પાણી અથવા દહીંની સાથે ઇસબગુલનો ઉપયોગ કરો છો તો ઝડપથી વધન ઘટવા લાગે છે. તો આવો જાણીએ કઈ રીતે ઈસબગુલનો ઉપયોગ કરીને તમે વજન ઘટાડશો. 

વજન ઘટાડવા માટે આ રીતે કરો ઈસબગુલનો ઉપયોગ (Best Way To Consume Isabgol For Weight Loss)

ઈસબગુલ અને પાણી કે જ્યૂસ
તે માટે તમે એક ગ્લાસ પાણીમાં કે જ્યૂસમાં 1-2 ચમચી ઈસબગુલ મિક્સ કરો. પછી તેને છોડી મિનિટો માટે રહેવા દો. ત્યારબાદ તમે તેને પી લો. તેનું સેવન તમે દરરોજ સવારે ખાલી પેટ કરો. 

ઈસબગુલ અને દૂધ
તે માટે તમે 1-2 ચમચી ઈસબગુલને રાત્રે સુતા પહેલા દૂધની સાથે સેવન કરી શકો છો. પરંતુ દૂધ હુંફાળું હોવું જોઈએ. 

ઈસબગુલ અને દહીં
તે માટે તમે એક વાટકી દહીંમાં ઈસબગુલને મિક્સ કરી એક મિનિટ મુકી રાખો. ત્યારબાદ તેનું સેવન કરો. તેનાથી તમારા આંતરડામાં ગુડ બેક્ટેરિયા વધારવા અને પાચનને મજબૂત બનાવવામાં મદદ મળે છે. તમે સાંજે નાસ્તા તરીકે પણ તેનું સેવન કરી શકો છો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે તેને અપનાવતા પહેલાં ડોક્ટરની જરૂર સલાહ લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news