Viral Video: આ શું છે તમને ખબર છે ? આ વસ્તુનો વીડિયો જોઈ લોકો ચઢી ગયા છે ગોથે

Viral Video: આજ સુધી તમે પણ અલગ અલગ પ્રકારની કેરી ખાધી હશે પરંતુ આજે તમને એક વિચિત્ર વસ્તુ જોવા મળશે જે દેખાવમાં કેરી જેવી છે પરંતુ હકીકતમાં કેરી નથી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે.

Viral Video: આ શું છે તમને ખબર છે ? આ વસ્તુનો વીડિયો જોઈ લોકો ચઢી ગયા છે ગોથે

Viral Video: ગરમીની સિઝન શરૂ થાય એટલે લોકો ત્રાહિમામ પોકારી જાય છે. આ સિઝન દરમિયાન એક જ વસ્તુ લોકોને રાહત આપે છે અને તે છે કેરી. ઉનાળો શરૂ થાય કે લોકો કેરીની રાહ જોવા લાગે છે. દેશભરમાં અલગ અલગ પ્રકારની કેરી થાય છે. આ કેરી ગરમીના દિવસોમાં ખૂબ જ ખવાતી હોય છે. આજ સુધી તમે પણ અલગ અલગ પ્રકારની કેરી ખાધી હશે પરંતુ આજે તમને એક વિચિત્ર વસ્તુ જોવા મળશે જે દેખાવમાં કેરી જેવી છે પરંતુ હકીકતમાં કેરી નથી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. પહેલી નજરમાં આ વિડીયો જોઈને લોકો સમજી શકતા નથી કે તેઓ કેરીને જોઈ રહ્યા છે કે માછલીને ? આ વિડીયો એક એવી માછલીનો છે જે કેરી જેવી દેખાય છે. ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શન માં તેનું નામ મેંગો ફિશ લખવામાં આવ્યું છે. વિડીયો શેર કરનારે પણ એવું લખ્યું છે કે પહેલી નજરમાં જોઈને તેને લાગ્યું કે આ કેરી છે.

આ પણ વાંચો:

તમને જણાવી દઈએ કે કેરી જેવી દેખાતી આ માછલી એરોથ્રોન મેલિએગ્રિસ છે. તેને પફર ફિશ પણ કહેવાય છે. તેનો રંગ એકદમ પાકેલી કેરી જેવો પીળો હોય છે. જ્યારે તે પાણી પી જાય છે તો તેનું શરીર ફૂલી જાય છે જેથી તે કેરી જેવી જ દેખાય. આ માછલી જેટલું પાણી પીવે છે તેટલી વધારે તે ફૂલતી જાય છે. સોશિયલ મીડિયા પર આ કેરીનો વિડીયો શેર કરવામાં આવ્યો છે અને તે કેરી જેવી દેખાતી હોવાના કારણે વીડિયો જોરથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને માછલીને લઈને મજેદાર કોમેન્ટસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તેને કેરી જ બનવું હતું પરંતુ માતા-પિતાના પ્રેશર ના કારણે માછલી બની ગઈ... કેટલાક લોકોએ કોમેન્ટમાં લખ્યું છે કે આ પફર ફીશ છે. એક યુઝરે એવું પણ લખ્યું હતું કે આ માછલીની કેટલીક પ્રજાતિ ઝેરી પણ હોય છે અને કેટલીક નોર્મલ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news