પુરુષોની સમસ્યાઓમાં વરદાન છે આ કાળા બીજ, ચમત્કારિક ગુણધર્મોથી મળશે જોરદાર ફાયદો

Velvet Bean Health Benefits: વેલવેટ બીન્સ એટલે કે કૌંચના બીજ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. ખાસ કરીને પુરૂષોની દ્રષ્ટિએ કૌંચના બીજોનું સેવન ખુબ અસરકારક હોય છે. બ્રેન ફંક્શન સારૂ બનાવવાની સાથે હાર્ટને હેલ્ધી રાખવામાં કૌંજના બીજ લાભકારી થઈ શકે છે. 

પુરુષોની સમસ્યાઓમાં વરદાન છે આ કાળા બીજ, ચમત્કારિક ગુણધર્મોથી મળશે જોરદાર ફાયદો

નવી દિલ્હીઃ Velvet Bean Health Benefits: કૌંચના બીજ શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. પુરૂષો માટે કૌંચના બીજથી તૈયાર પાઉડરનું સેવન ખુબ લાભદાયક હોઈ શકે છે. હકીકતમાં કૌંચ એક ફળનો પ્રકાર છે અને તેની અંદર મળતા કાળા રંગના મોટા બી ખુબ ગુણકારી હોય છે. આયુર્વેદમાં પણ કૌંચના બીજના ઔષધીય ગુણો વિશે જણાવવામાં આવ્યું છે અને ઘણી દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કૌંચના બીજના સેવનથી મગજ ફંક્શન સારૂ થાય છે અને તેમાં એન્ટી-પાર્કિસંસ ઈફેક્ટ પણ જોવામાં આવી છે. 

કૌંચમાં રહેલ ચમત્કારી ગુણોને કારણે તેને મેજિક બીન પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ બેક્ટીરિયલ ઈન્ફેક્શન થવાથી રોકે છે. એક રિપોર્ટ પ્રમાણે કૌંચના બીજ શરીરમાં આયરનની કમી પૂરી કરે છે અને મૂડને સ્ટેબિલાઇઝ કરવામાં પણ સહાયક હોય છે. 

કૌંચના બીજના મોટા ફાયદા
બ્રેન હેલ્થઃ
કૌંચના બીજમાં અનેક પોષક તત્વો હોય છે, આવો એક ફાઇટોન્યૂટ્રિએન્ટ એમીનો એસિડ છે લેપોડોપા. આ ન્ટૂટ્રિએન્ટ ડોપામાઇન ન્યૂરોટ્રાન્સમિશનને વધારે છે. ડોપામાનની મદદથી નર્વ સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં મદદ મળે છે. 

સ્પર્મ કાઉન્ટ– કૌંચના બીજ પુરૂષો માટે ખુબ લાભકારી હોય છે. આ બીજનું નિયમિત સેવન પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવાની સાથે તેની ક્વોલિટીમાં સુધાર લાવે છે. પરંતુ તેના બીજના પાઉડરનું સેવન કોઈ એક્સપર્ટના નિર્દેશ પર કરવું યોગ્ય છે. આ બીજોનું સેવન રિપ્રોડક્ટિવ સિસ્ટમને હેલ્ધી બનાવે છે. 

બેક્ટીરિયલ સંક્રમણ- બદલતા મોસમની સાથે સૌથી મોટો રિસ્ક બેક્ટીરિયલ સંક્રમણનો રહે છે. કૌંચના બીજમાં જોવા મળતા તત્વો બેક્ટીરિયલ ઈન્ફેક્શન થવાથી રોકવામાં મદદ કરે છે. તેનું સેવન દરેક પ્રકારના બેક્ટીરિયાને લડવામાં મદદરૂપ થાય છે. 

આયરનની કમી- શરીરમાં આયરનની કમીથી થનાર એક કોમન સમસ્યા છે. ખાસ કરીને મોટા ભાગની મહિલાઓ આયરનની કમીથી પીડિત રહે છે. કૌંચના બીજોનું સેવન શરીરમાં આયરનની કમીને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં પ્રચુર માત્રામાં આયરન હોય છે. તેના સેવનથી એનીમિયાથી પણ બચાવ થાય છે. 

મૂડ સ્ટેબિલાઇઝર- તમારો મૂડ જો થોડા-થોડા સમયમાં બગડી જાય છે તો કૌંચના બીજોનું સેવન તમારા માટે લાભદાયક થઈ શકે છે. આ બીજ મૂડ સ્ટેબિલાઇઝરની જેમ કામ કરે છે. તે ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી માનસિક સમસ્યાઓમાં નેચરલ એન્ટીડોટની જેમ કામ કરે છે. આ સાથે મૂડ સ્વિંગમાં પણ કૌંચના બીજ લાભકારી હોય છે. 

હાર્ટ- કૌંચના બીજમાં પ્રચુર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ પણ હોય છે. તેવામાં તેનું સેવન હાર્ટની સમસ્યાને સારી રાખવામાં મદદગાર થઈ શકે છે. આ સાથે ઘણી અન્ય સમસ્યાઓમાં કૌંચના બીજ લાભકાયદ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news