Teeth Sensitivity: ઠંડુ ખાવાથી દાંતમાં થતી ઝણઝણાટીને મટાડવા રસોડાની આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ

Teeth Sensitivity: શું તમને પણ ઠંડી વસ્તુઓ જેમકે આઈસક્રી, ગોલા, થીકશેક વગેરે ખાતી વખતે દાંતમાં ઝણઝણાટી થાય છે ? આ સમસ્યાને દાંતની સેન્સિટિવિટી કહેવાય છે. આ સમસ્યા હોય તો તેની અવગણના કરવી જોઈએ નહીં. સમયસર આ સમસ્યાનો ઈલાજ કરવો જોઈએ. આ સમસ્યાને દુર કરવા માટે તમે આ ઘરેલુ ઉપાયો પણ કરી શકો છો.

Teeth Sensitivity: ઠંડુ ખાવાથી દાંતમાં થતી ઝણઝણાટીને મટાડવા રસોડાની આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ

Teeth Sensitivity: દાંતની સેન્સિટિવિટીના કારણે લોકો ઘણી વખત મનપસંદ વસ્તુઓ ખાઈ શકતા નથી. જ્યારે પણ કોઈ ઠંડી વસ્તુ ખાવામાં આવે ત્યારે દાંતમાં ઝણઝણાટી બોલી જાય છે. ત્યાર પછી થોડી મિનિટો સુધી કંઈ જ ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી. જો તમને પણ દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા હોય તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીએ. આ ઘરેલુ ઉપચાર કરીને તમે દાંતની સેન્સિટિવિટીથી મુક્તિ મેળવી શકો છો અને ઓરલ હેલ્થ પણ સુધરી શકે છે.

નાળિયેરના તેલથી કોગળા

આ પણ વાંચો:

જો તમને ઠંડુ કે ગરમ ખાવાથી દાંતમાં ઝણઝણાટી થતી હોય તો કોગળા કરવાના પાણીમાં નાળિયેરનું તેલ ઉમેરીને તેનાથી કોગળા કરવા જોઈએ. નાળિયેરના પાણીથી કોગળા કરવાથી દાંતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન મટે છે અને દાંત મજબૂત થાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તેનાથી સોજો અને દુખાવો દૂર થાય છે. સાથે જ તે દાંતને મજબૂત બનાવે છે. દાંત માટે તમારે ગ્રીન ટીનું સેવન નથી કરવાનું પરંતુ ગ્રીન ટીનું પાણી બનાવી તેનાથી કોગળા કરવાના છે. 

મધ અને પાણી

મધ પણ ધાતુમાં થતી ઝણઝણાટીને મટાડી શકે છે. મધના ઉપયોગથી દાંતની સંવેદનશીલતા ઓછી થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં મધ ઉમેરીને તેનાથી દિવસમાં બે વખત કોગળા કરવાનું રાખો.

હળદર

જો તમને દાંતમાં દુખાવો વધારે રહેતો હોય તો હળદર વડે દાંત ઉપર માલીશ કરવાનું રાખો. તમે સરસવના તેલમાં હળદર અને મીઠું ઉમેરી દાંતમાં આ પેસ્ટ વડે માલિશ કરી શકો છો તેનાથી પેઢા મજબૂત થશે અને દાંતની સેન્સિટિવિટી પણ ઓછી થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news