Glowing Skin: આ 3 વસ્તુઓ સાથે મિક્સ કરી બટેટાનો કરશો ઉપયોગ તો 15 દિવસમાં મળશે નિખરી અને બેદાગ ત્વચા
Face Packs for Glowing Skin: આજે તમને ગ્લોઈંગ સ્કિન માટે બટેટાનો ઉપયોગ ફેસ પેક તરીકે કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાની ઘણી સમસ્યા દુર થવા લાગશે. જેમકે ખીલ, ડાઘ, કરચલીઓ, ટેનિંગ વગેરે. બટેટાનો ઉપયોગ આ રીતે કરશો તો આંખ નીચેના કુંડાળા પણ દુર થઈ જશે.
Trending Photos
Face Packs for Glowing Skin: બટેટા એવું શાક છે જેમાંથી બનેલી દરેક વાનગી નાના-મોટા સૌને ભાવે છે. પરિવારમાં ઘણા લોકોને કેટલાક શાક ભાવતા નથી. જ્યારે ઘરમાં કોઈનું ન ભાવતું શાક બનવાનું હોય તો તેમાં એક બટેટું ઉમેરી દેવાથી તેની ફરિયાદ દુર થાય છે અને બે શાક બનાવવા પણ પડતા નથી. બટેટા આવું બહુ ઉપયોગી શાક છે કારણ કે તે ખૂબ જ સરળતાથી બધી જ વાનગી સાથે ભળી જાય છે અને નાના મોટા સૌને ભાવે છે.
ખાવામાં અલગ અલગ રીતે ઉપયોગમાં આવતા બટેટા વિશે એક વાત તમે જાણતા નહીં હોય. આ વાત એટલે એ કે બટેટા તમારી ત્વચાને પણ ફાયદા કરી શકે છે. આજે તમને ગ્લોઈંગ સ્કિન માટે બટેટાનો ઉપયોગ ફેસ પેક તરીકે કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાની ઘણી સમસ્યા દુર થવા લાગશે. જેમકે ખીલ, ડાઘ, કરચલીઓ, ટેનિંગ વગેરે. બટેટાનો ઉપયોગ આ રીતે કરશો તો આંખ નીચેના કુંડાળા પણ દુર થઈ જશે.
આ પણ વાંચો:
ચમકતી ત્વચા માટેના ફેસ પેક
મુલતાની માટી અને બટેટા
એક બાઉલમાં 2 ચમચી મુલતાની માટી લઈ તેમાં બટેટાનો રસ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો ચહેરા તેમજ ગરદન પર લગાવો. 15 મિનિટ માટે તેને ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ ફેસ પેક ચહેરા પરથી વધારાનું તેલ દુર કરે છે.
ટમેટા અને બટેટાનો રસ
એક બાઉલમાં 1 ચમચી ટામેટાંનો રસ, 2 ચમચી મધ અને 1 ચમચી બટેટાનો રસ મિક્સ કરો. પછી તેને ચહેરા પર સારી રીતે લગાવો અને લગભગ 10 મિનિટ સુધી સુકાવા દો. આ ફેસ પેકથી ત્વચાના રોમછિદ્રો સાફ થઈ જાય છે જેના કારણે ખીલની સમસ્યામાંથી રાહત મળે છે.
મધ અને બટેટા
એક બાઉલમાં 1 ચમચી બટાકાનો રસ, 1 ચમચી મધ અને 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર 10 મિનિટ લગાવી રાખો ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ મિશ્રણને અઠવાડિયામાં ત્રણ વખત ફેસ પેક લગાવવાથી ચહેરો ચમકવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે