પેટ અને કમર પર વધેલી ચરબીને 15 દિવસમાં ઓગાળી દેશે હળદરનું પાણી, જાણો ઉપયોગ કરવાની રીત
Reduce Belly Fat: જો તમારા પણ પેટ અને કમરની આસપાસ ચરબી જામી છે અને તમારે તેને ઓછી કરવી છે તો તમે હળદરની મદદ લઈ શકો છો. હળદરનો ઉપયોગ ઘણા બધા ઘરેલુ નુસખામાં કરવામાં આવે છે. તેવી જ રીતે વધેલા વજનને ઓછું કરવા માટે પણ હળદરનું પાણી ઉપયોગી સાબિત થઈ શકે છે.
Trending Photos
Reduce Belly Fat: જ્યારે પેટ અને કમરની આસપાસ ચરબી જામી જાય તો તેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. શરીરના આ અંગો પર જામેલી ચરબી દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. નિયમિત એક્સરસાઇઝની સાથે પ્રોપર ડાયેટ પણ ફોલો કરવી પડે છે. તેની સાથે જ રસોડામાં રહેલા કેટલાક મસાલા બેલી ફેટ ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. રસોઈમાં ઉપયોગમાં આવતા તજ, હળદર, અજમા, જીરું જેવા મસાલા ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.
જો તમારા પણ પેટ અને કમરની આસપાસ ચરબી જામી છે અને તમારે તેને ઓછી કરવી છે તો તમે હળદરની મદદ લઈ શકો છો. હળદરનો ઉપયોગ ઘણા બધા ઘરેલુ નુસખામાં કરવામાં આવે છે. તેવી જ રીતે વધેલા વજનને ઓછું કરવા માટે પણ હળદરનું પાણી ઉપયોગી સાબિત થઈ શકે છે. હળદરના પાણીનું સેવન કરવાથી વજન તો ઘટે જ છે તેની સાથે જ પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
આ પણ વાંચો:
હળદરના પાણીથી થતા ફાયદા
હળદરના પાણીનું સેવન કરવાથી બેલી ફેટ ઝડપથી ઘટે છે અને સાથે જ મેટાબોલિઝમ પણ સુધરે છે. નિયમિત તેનું સેવન કરવાથી સ્થૂળતા ધીરે ધીરે ઘટી જાય છે. વજન ઘટાડવાની સાથે હળદરનું પાણી તમારી ત્વચાને પણ સુંદર બનાવવામાં મદદ કરશે. હળદરનું પાણી પીવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે.
કેવી રીતે બનાવવું હળદરનું પાણી
વજન ઘટાડવા માટે હળદરના પાણીનો ઉપયોગ કરવો હોય તો તેના માટે એક ગ્લાસ પાણીને ઉકાળો અને તેમાં એક ચમચી હળદર ઉમેરો. પાંચ મિનિટ પાણીને ઉકાળ્યા પછી ગેસ બંધ કરો અને આ પાણી હુંફાળું હોય ત્યારે તેને ધીરે ધીરે કરી પી જવું. નિયમિત રીતે દિવસમાં એક ગ્લાસ હળદર વાળું પાણી પીવાથી સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે