Sleep Mistakes:સૂતી વખતે આ 7 ભૂલો તમને કરી શકે છે બીમાર, આજે જ બદલો
Sleeping Mistakes દિવસભરના થાક બાદ લોકો રાત્રે શાંતિની ઉંઘ ઈચ્છે છે. પરંતુ નીંદરના ચક્કરમાં લોકો હંમેશા અજાણતા ઘણી ભૂલ કરતા હોય છે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ આવી કેટલીક ભૂલો વિશે.
Trending Photos
નવી દિલ્હીઃ Sleeping Mistakes: નીંદર તમારા સ્વાસ્થ્ય અને જીન માટે ખુબ મહત્વની હોય છે, તેમ છતાં તેને નજરઅંદાજ કરવામાં આવે છે. એક રાત્રે નીંદર પૂરી ન થાય તો આગામી દિવસ ખરાબ થઈ જાય છે. દરરોજ રાત્રે 7-8 કલાકની નીંદર કરવી ખુબ જરૂરી હોય છે. ઘણા લોકો નીંદરની સમસ્યાનો સામનો કરતા હોય છે, જે આપણે બીમાર કરી શકે છે. તો આવો જાણીએ નીંદર સાથે જોડાયેલી આવી કેટલીક ભૂલો વિશે, જેની ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.
સુવા સમયે મોબાઇલ/ટીવીનો ઉપયોગ કરવો
જ્યારે તમે સુતા પહેલા ઈલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરો છો તો તેનાથી મેલાટોનિનના ઉત્પાદન પર ફેર પડે છે, જેનાથી નીંદર ખરાબ થાય છે. તેથી સુતા પહેલા પુસ્તક વાંચો કે મગજને રિલેક્સ રાખો.
દિવસના અંતમાં કેફીનનું સેવન કરવું
દિવસના મોડે સુધી કેફીન લેવાનું ટાળો, કારણ કે તે તમારા શરીરમાં 8 કલાક સુધી રહી શકે છે. જેના કારણે તમને રાત્રે મોડી ઊંઘ આવશે.
સુતા પહેલા ભારે ભોજન કરવું
સુતા પહેલા હેવી મીલ્સ ખાવાથી બેચેની થઈ શકે છે, જેનાથી તમે સારી રીતે આરામ કરી શકશો નહીં. તેથી રાત્રે હળવું ભોજન કરો અને તેના બે કલાક બાદ સુવા જાવ.
રૂમના વાતાવરણ પર ધ્યાન ન આપવું
તમે જે જગ્યાએ સુવો છો તેનાથી તમારી નીંદર પર ખુબ અસર પડે છે. સારી નીંદર માટે રૂમમાં અંધારૂ, શાંતિ હોવી જોઈએ અને તે ઠંડો પણ હોવો જોઈએ.
નીંદરનું રૂટીન ન બનાવવું
તમારી બોડીની એક સાયકલ હોય છે, તેથી નીંદરનો પણ સમય નક્કી કરો. તેથી તમને એક સમયે ઓટોમેટિક નીંદર આવી જશે. આ સાયકલને તમે વીકેન્ડ પર પણ બનાવી રાખો.
સુવા માટે દારૂનો ઉપયોગ
જો તમે દારૂ પીસો તો તમને જલદી નીંદર આવી જશે, પરંતુ બીજા દિવસે સારો અનુભવ થશે નહીં. તેથી તેને આદત ન બનાવો.
નીંદર સાથે જોડાયેલી બીમારીને નજરઅંદાજ કરવી
અનિંદ્રા અને સ્લી અપનિયા,નીંદર સાથે જોડાયેલી બે બીમારીઓ છે, જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેથી તમારા ડોક્ટર સાથે આ વિશે વાત કરો જેથી નીંદરમાં સુધાર લાવી શકાય છે.
નીંદર સાથે જોડાયેલી આ ભૂલથી બચો
સારા સ્વાસ્થ્ય અને ખુશ જિંદગી બનાવી રાખવા માટે તમારી નીંદર પર કામ કરો અને તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલા સલાહ માત્ર સામાન્ય સૂચનાના ઉદ્દેશ્ય માટે છે. તમને કોઈ મુશ્કેલી હોય તો તમે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે