શું તમે બ્લેક આઉટફિટના દિવાના છો? તો અપનાવો આ TIPS, હંમેશા લાગશો Stylish

બ્લેક કલર એકદમ ક્લાસી લૂક આપે છે. માટે ફૂલ બ્લેક કલર આપણા માટે કોઈ પણ સમયે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. કોઈપણ નોર્મલ ફંક્શનથી લઈને કાર્પેટ લૂક સુધી ફૂલ બ્લેક આઉટફિટ શાનદાર લાગે છે.

શું તમે બ્લેક આઉટફિટના દિવાના છો? તો અપનાવો આ TIPS, હંમેશા લાગશો Stylish

ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્લેક કલર જે ઓલ ટાઈમ ફેવરિટ હોય છે. લગભગ દરેકને બ્લેક કલર પસંદ હોય છે. કેમ કે, બ્લેક કલર એકદમ ક્લાસી લૂક આપે છે. માટે ફૂલ બ્લેક કલર આપણા માટે કોઈ પણ સમયે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. કોઈપણ નોર્મલ ફંક્શનથી લઈને કાર્પેટ લૂક સુધી ફૂલ બ્લેક આઉટફિટ શાનદાર લાગે છે. જો કે ઘણા લોકોને એ સમસ્યા હશે કે, ફૂલ બ્લેક આઉટફિટને સ્ટાઈલિશ કઈ રીતે બનાવી શકાય.

ઘણા લોકોને આવું લાગે છે કે, બ્લેક આઉટફિટ સાથે કોઈ પ્રોફેશનલ સ્ટાઈલિંગની જરૂર હોય છે. જો કે એવું નથી હોતું. બ્લેક આઉટફિટ સાથે પણ એકદમ સ્ટાઈલિશ દેખાઈ શકાય છે. જો કે તે માટે અમૂક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. અમુક એવી ટિપ્સ છે કે જે તમને બ્લેક આઉટફિટમાં આપશે સ્ટાઈલિશ લૂક.

1. બ્લેક આઉટફિટ્સ અને ઓક્સિડાઈજ્ડ જ્વેલરીઃ
બ્લેક આઉટફિટ સાથે ઓક્સડાઈજ્ડ જ્વેલરી હંમેશા શાનદાર લાગે છે. જો કે, બ્લેક સાથે ગોલ્ડન કલરની જ્વેલરી પણ સૂટ કરે છે. પણ જો તમારે સ્ટાઈલિશ દેખાવવું છે તો તે માટે તમારે ગોલ્ડનની જગ્યાએ ઓક્સડાઈજ્ડ જ્વેલરીને પહેલી પસંદ કરવી જોઈએ. જો તમે કોઈ ફંક્શનમાં જઈ રહ્યા છો તો તમારે ફૂલ બ્લેક આઉટફિટ સાથે ઓક્સડાઈજ્ડની ઈયરરિંગ્સ પહેરવી જોઈએ. જે તમારા લૂકને એકદમ શાનદાર બનાવી દે છે.

2. બ્લેક અને બેઝનું કોમ્બિનેશનઃ
ઘણીવાર લોકોને લાગે છે કે જો તેમને બ્લેક આઉટફિટ પહેરવું છે તો બ્લેક કોટ અથવા તો બ્લેક બ્લેઝર પહેરવું જોઈએ. પણ એવું નથી. બ્લેક અને બેઝ રંગનું કોમ્બિનેશન એકદમ જોરદાર લૂક આપે છે. બ્લેક અને બેઝનું કોમ્બિનેશન એકદમ હટકે છે. પણ હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે, તમે બ્લેક બેઝનું કોમ્બિનેશન કરો છો ત્યારે તમારે કોટ કે બ્લેઝરથી માંડીને જુતા સુધી તમામ વસ્તુઓ બ્લેક જ પહેરવી પડશે. તો જ આ કોમ્બિનેશન સારું લાગશે.

3. પેન્સિલ હીલ્સઃ
બ્લેક આઉટફિટ સાથે ફ્લેટ્સ શૂટ નથી કરતાં. માટે તમે જ્યારે ફૂલ બ્લેક આઉટફીટ પસંદ કરો છો ત્યારે બુટ્સ અથવા તો પેન્સિંલ હીલ્સ પહેરવાનું જ પ્રિફર કરો. કેમ કે, બ્લેક કલર સાથે હિલ્સ અથવા બુટ્સ એકદમ ક્લાસી લૂક આપે છે. જ્યારે પણ ફૂલ બ્લેક આઉટફિટ પહેરવાનું હોય ત્યારે તેની સાથે પેન્સિંગ હીટ જ જોરદાર લાગે છે.

4. ગ્લાસેસઃ
સૌથી પહેલાં તો તમારે તમારા ફેસ મુજબ ગ્લાસેસની પસંદગી કરવી જોઈએ. જો તમે ફૂલ બ્લેક આઉટફિટ પસંદ કરી રહ્યા છો તો તમારે એકદમ યુનિક સનગ્લાસિસ પસંદ કરવા જોઈએ. જેમ કે, બ્લેક આઉટફિટમાં બ્લેક ગ્લાસેસ પર ગોલ્ડન અથવા સિલ્વર ફ્રેમ હશે તો યુનિક લાગશે. આ સાથે રિફ્લેક્ટક સ્ટાઈલના ગ્રેડિએન્ટ ગ્લાસેસ ઓલ બ્લેક આઉટફિટમાં ક્લાસી લૂક આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news