કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને કહ્યું કે, ‘અમે સત્તા પર આવીશું તો....’

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને કહ્યું કે, ‘અમે સત્તા પર આવીશું તો....’
  • કોંગ્રેસે શહેરીજનોને ફ્રી સુવિધા માટે ગુજરાઇટ કાર્ડ આપવાની જાહેરાત કરી
  • વાયદાઓનો પટારો ખોલી કોંગ્રેસે વ્યક્ત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. શપથ પત્ર તરીકે કોંગ્રેસે (gujarat congress) ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ શપથ અનુસાર ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જશે. ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ચૂંટણી ઢંઢેરો (election menifesto) જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. શહેરીજનોને ફ્રી સુવિધા માટે ગુજરાઇટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે. વાયદાઓનો પટારો ખોલી કોંગ્રેસે વ્યક્ત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 

આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, લાંબા સમયથી ભાજપનું શાસન હોવા છતાં લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. વારંવાર ફરિયાદો કરવા છતા પણ કોઈ સાંભળતુ નથી. જે આ મુજબ છે. 

"હું કોંગ્રેસના જવાબદાર કાર્યકર અને વચનના પાક્કા ગુજરાતી તરીકે આજે શપથ લઉં છું કે કોર્પોરેશનમાં સત્તામાં આવતાં જ આ પત્રક માં લખેલા એક એક શબ્દ નું પાલન કરીશ.. સત્તામાં આવતાં જ કોંગ્રેસ કરશે ગુજરાઈટ"
આ અમારા વચન નહીં શપથ છે..

આ પણ વાંચો : ‘મારા ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ...’ એવુ પગના સાથળ પર લખીને પત્નીની આત્મહત્યા 

1. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમસ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે
2. સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદીની શરૂઆત કરીશું
3. સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરીશું
4. એકસીડન્ટ અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરીશું 
5. શહેરના જાહેર માર્ગો પર એર પ્યુરીફાયર લગાવીશું
6. અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું
7. સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓ નું પુનઃ નિર્માણ શરૂ કરીશું
8. કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું 
9. ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું
10. સમગ્ર શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટે એક્સપર્ટ ની મદદ લઇ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોર બનાવીશું
11. તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહનપાર્કીંગ આપીશું
12. તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે

તો બીજી તરફ, આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર તમામ 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ એક સાથે પ્રજાનાં કામ કરવાના સંકલ્પ લીધા છે. અમદાવાદના કાંકરિયામાં આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલ, સીએમ રૂપાણી અને નીતિન પટેલ હાજર રહ્યા હતા. ભાજપના પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત થઈ છે. તમામ 6 મનપાના ભાજપના ઉમેદવારોએ જનસંકલ્પ લીધો છે. તમામ ઉમેદવારોએ પ્રજાના કામો કરવાનો સંકલ્પ લીધો. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news