રોટલી ગોળ અને પરોઠા ત્રિકોણ કેમ બનાવાય છે, જિનીયસ પણ આ જવાબ આપવામાં ગયા ફેલ
Why Chapati is round : તમારા મનમા પણ આ સવાલ અનેકવાર આવ્યો હશે... તો આજે તેનો સાચો જવાબ જાણી લો... યુદ્ધ સાથે જોડાયેલું છે આ સિક્રેટ
Trending Photos
Shape Of Roti And Paratha : રોટલી બનાવવી એક કલા છે, એક આર્ટ છે. ગોળ, મુલાયમ અને ટેસ્ટી રોટલી બનાવવી બધાના હાથની વાત નથી. રોટલી બપોર અને રાતના ભોજનમાં સામેલ થાય છે અને પરાઠા નાસ્તાનો ભાગ છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ વસ્તુમાંથી બનતી વાનગીનો આકાર અલગ અલગ કેમ હોય છે. રોટલી ગોળ અને પરાઠાનો આકાર ત્રિકોણ કેમ હોય છે. રોજ ખાનારા લોકો પણ આ વાત નથી જાણતા. અરે, જિનીયસ પણ આ સવાલનો જવાબ આપી શક્યા નથી.
રોટલી ગોળ કેમ હોય છે
રોટલી બનાવતા માટે લોટ બાંધવામાઆવે છે અને તેના લુઆમાંથી અનેક રોટલીઓ બનાવાય છે. કારણ કે, લોટના લુઆ ગોળ હોય છે, તેથી તેને બનાવવાનો આકાર પણ ગોળ હોય છે. તેની સાથે જ માનવામાં આવે છે કે, પહેલાના સમયમાં સૈનિકો યુદ્ધમાં જતા સમયે તેમને રોટલી ખાવામાં અપાતી હતી. તેથી તેને એ રીતે બનાવવામાં આવતી હતી, જેથી તેઓ જલ્દી તેના પર કંઈક મૂકીને ફટાફટ ખાઈ શકે. તેથી રોટલીનો આકાર વાડકી જેવો રહતો હતો. સૈનિકો તેના પર અનેક પ્રકારના શાક મૂકીને ખાતા હતા. જેથી તે તેને સરળતાથી ઉપાડીન ખાઈ શક્તા હતા. આ બાદ ધીરે ધીરે રોટલીઓ ગોળ બનાવાનો ટ્રેન્ડ શરૂ થયો.
પરાઠા ત્રિકોણ કેમ હોય છે
હવે પરાઠાની વાત કરીએ. પરાઠા બનાવવા માટે તેના પર લેયર બનાવવાના પડે છે. તેને વણ્યા બાદ તેના પર ઘી લગાવીન ફોલ્ડ કરવામા આવે છે. ત્રણ વાર ફોલ્ડ કરવાથી તે સરળતાથી ત્રિકોણ આકારના બની જાય છે. આ આકારથી પરાઠા શેકવામાં પણ સરળતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે