White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા

White Hair: વાળ સફેદ થવાની શરુઆત થઈ ગઈ હોય તો વાળને કાળા કરવા માટે કલર કે ડાઈ કરવાની જરૂર નથી. વાળને કાળા કરવા માટે બીટના રસનો ઉપયોગ કરી શકાય છે. બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાડવાથી સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે.

White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા

White Hair: વાળ સફેદ થવાની શરૂઆત થઈ જાય તો મોટાભાગે લોકો કેમિકલ યુક્ત કલર કે ડાઈનો ઉપયોગ શરૂ કરી દે છે. સફેદ વાળને છુપાવવા માટે આવી વસ્તુઓનો ઉપયોગ કરવો ફાયદાને બદલે નુકસાનકારક સાબિત થાય છે. જો તમે આ નુકસાન સહન કરવા માગતા ન હોય તો સફેદ વાળને કાળા કરવાનો આજે એક ઘરેલુ ઉપાય તમને જણાવીએ. આ ઉપાયની મદદથી તમે સફેદ વાળને આડઅસર વિના કાળા કરી શકો છો. 

સફેદ વાળને કાળા કરવા હોય તો બીટનો રસ ઉપયોગી સાબિત થાય છે. બીટનો રસ વાળને કાળા પણ કરે છે અને તે વાળને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. બીટમાં વિટામિન ઈ અને કેરાટીન પણ હોય છે જે સફેદ વાળ વધવાની પ્રક્રિયાને સ્લો કરે છે. બીટમાં રહેલું વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારે છે. 

સફેદ વાળને કાળા કરવાનું હેર માસ્ક 

સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા હોય તો એક બાઉલમાં 4 ચમચી બીટની પેસ્ટ લેવી. તેમાં 1 ચમચી આમળા પાવડર, 1 ચમચી ઓલિવ ઓઇલ અને 1 ચમચી આદુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી વાળમાં લગાવો. આ માસ્કને લગાડતા પહેલા વાળને શેમ્પુ કરી લેવા. ત્યાર પછી વાળમાં માસ્ક લગાવવું અને 2 કલાક સુધી રાખવું. આ માસ્કને નોર્મલ પાણીથી સાફ કરી લેવું. માસ્ક લગાવ્યું હોય તે દિવસે શેમ્પુ કરવું નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news