ઘરમાં જો આ રીતે બનતી હોય રોટલી તો અત્યારે જ ચેતી જાઓ, રોગનું ઘર બનાવી દેશે!, જાણો યોગ્ય રીત

Health Tips: આપણે ગુજરાતીઓ તો લગભગ રોજેરોજ રોટલી ખાતા હોઈએ છીએ. રોટલી જો યોગ્ય રીતે સેકવામાં ન આવે તો શું નુકસાન થઈ શકે તે ખાસ જાણો. તે સેકવાની યોગ્ય રીત પણ જાણો. 

ઘરમાં જો આ રીતે બનતી હોય રોટલી તો અત્યારે જ ચેતી જાઓ, રોગનું ઘર બનાવી દેશે!, જાણો યોગ્ય રીત

How To Bake Roti Properly:  રોટલી એ ભારતીય ભોજનનો એક મહત્વનો ભાગ છે. એમા પણ આપણે ગુજરાતીઓ તો લગભગ રોજેરોજ રોટલી ખાતા હોઈએ છીએ. રોટી સામાન્ય રીતે તવા પર થોડીવાર ચડવા દઈને પછી હાઈ ફ્લેમ પર ગેસ પર ચિપિયાની મદદથી ફૂલાવવામાં આવતી હોય છે. મોટેભાગે દરેક ઘરમાં આ રીતે જ રોટલી બનતી હોય છે. પણ કેટલાક રિસર્ચથી એ વાત સામે આવી છે કે આ રીતે હાઈ ફ્લેમ પર ખાવાનું બનાવવાથી હેટ્રોસાઈક્લિક અમાઈન્સ (HCAs) અને પોલીસાઈક્લિક અરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (PAHs)નું ઉત્પાદન થાય છે જે જાણીતા કાર્સીનોઝન્સ છે. આવો જાણીએ આ નવા રિસર્ચ રોટલી પકવવાની રીત વિશે શું કહે છે. 

રોટલી પકવવા પર થયું રિસર્ચ
એક નવા રિસર્ચ મુજબ નેચરલ ગેસ ચૂલો અને ગેસ સ્ટવથી કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને સૂક્ષ્મ કણ પદાર્થ નીકળે છે. જેમને WHO સ્વાસ્થ્ય માટે સુરક્ષિત ગણતું નથી. આ તમામ પોલ્યુટેન્ટ્સ શ્વસન અને હ્રદય સંબંધિત બીમારીઓ સાથે અનેક પ્રકારના કેન્સરનું પણ કારણ બને છે. એટલું જ નહીં ન્યૂટ્રીશિયન એન્ડ કેન્સર જર્નલમાં પ્રકાશિત અન્ય એક સ્ટડી જણાવે છે કે ફાસ્ટ આંચ પર ખાવાનું બનાવવાથી કાર્સીનોજન્સ પ્રોડ્યૂસ થાય છે. આથી આપણે રોટલીને સીધી ગેસ પર પકવવા વિશે વિચારવું જોઈએ. 

તવા પર બનતી રોટલી
રોટલી પકાવતી વખતે અનેક લોકો તવા પર રોટલીને કોઈ કપડાંથી દબાવે છે અને આ રીતે રોટલી બધી બાજુથી સેકાઈ જાય છે અને ગેસની આંચ પર ફૂલાવવી પણ પડતી નથી. જો કે ચિપિયાની મદદથી લોકો અડધી રોટલી તવા પર પકવે છે અને બાકીની રોટલી ગેસની આંચ પર પકવે છે. જેનાથી રોટલી જલદી પણ બનતી હોય છે. 

રોટલીને સીધી ગેસની આંચ પર પકવવી
એક રિપોર્ટ મુજબ જ્યારે બ્રેડ ગેસની આંચના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક્રિલામાઈડ નામનું એક રસાયણ ઉત્પન્ન થાય છે. જે ખાવાનું બનાવવાની પ્રક્રિયા દરમિયાન ખાંડ અને કેટલાક અમીનો એસિડ્સને એક સાથે ગરમ કરવાથી ઉત્પન્ન થાય છે. જો કે આ રિપોર્ટ બળેલા ટોસ્ટ પર આધારિત હતો, પરંતુ ઘઉના લોટમાં પણ પ્રાકૃતિક ખાંડ અને પ્રોટીનનું કેટલાક અંશે સ્તર હોય છે. જે ગરમ થવાથી કાર્સીનોજેનિક કેમિકલનું ઉત્પાદન કરે છે. જેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી. 

કેવી રીતે બનાવવી રોટલી?
જો આપણે હાલના રિસર્ચને જોઈએ તો રોટલીને સીધી ગેસના સંપર્ક સાથે રાખીને સેકવી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુરક્ષિત નથી. જો કે આ જોખમોને ઊંડાણપૂર્વક જાણવા માટે વધુ સ્ટડીની જરૂર છે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news