Rice Water: ચોખાના પાણીથી ઝડપથી લાંબા થશે વાળ, જાણો કેવી રીત કરવો ઉપયોગ

Rice Water For Hair: વાળની સંભાળ રાખવા માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. મોટાભાગની યુવતીઓને લાંબા, સિલ્કી અને કાળા વાળ ખૂબ જ ગમે છે. તેના માટે યુવતીઓ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ પણ વાપરે છે. પરંતુ ઘણી વખત આ પ્રોડક્ટ વાપર્યા પછી પણ જોઈએ તેવું રીઝલ્ટ મળતું નથી.

Rice Water: ચોખાના પાણીથી ઝડપથી લાંબા થશે વાળ, જાણો કેવી રીત કરવો ઉપયોગ

Rice Water For Hair: વાળની સંભાળ રાખવા માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. મોટાભાગની યુવતીઓને લાંબા, સિલ્કી અને કાળા વાળ ખૂબ જ ગમે છે. તેના માટે યુવતીઓ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ પણ વાપરે છે. પરંતુ ઘણી વખત આ પ્રોડક્ટ વાપર્યા પછી પણ જોઈએ તેવું રીઝલ્ટ મળતું નથી. જોકે વાળનો ગ્રોથ વધારવા માટે અને વાળને સુંદર બનાવવા માટે તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ વસ્તુઓમાંથી એક છે ચોખાનું પાણી. ચોખાના પાણીથી થતા ફાયદા વિશે તો તમે પણ સાંભળ્યું હશે. પરંતુ વાળમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે કદાચ જાણતા નહીં હોય. તો આજે તમને જણાવીએ કે કેવી રીતે ચોખાના પાણીનો ઉપયોગ કરીએ તો વાળ ઝડપથી વધે છે અને વાળની ગુણવત્તા સુધરે. 

આ પણ વાંચો:

ચોખા પલાળેલું પાણી

વાળ માટે ચોખાનું પાણી તૈયાર કરવું હોય તો તેનો સૌથી સરળ રસ્તો છે એક મોટા વાસણમાં અડધો કપ ચોખા લેવા અને તેને સારી રીતે ધોઈ લેવા. ત્યાર પછી આ ચોખામાં ત્રણ કપ પાણી ઉમેરી લગભગ એક કલાક સુધી તેને પલાળી રાખો. એક કલાક પછી આ પાણીને ગાળીને અલગ કરી તેનો ઉપયોગ કરો 

ફર્મેન્ટેડ ચોખાનું પાણી

ચોખાના સાદા પાણીની સરખામણીમાં ફર્મેન્ટેડ ચોખા નું પાણી વધારે ફાયદાકારક સાબિત થાય છે. તેને બનાવવું પણ સરળ છે તેના માટે અડધો કપ ચોખાને ધોઈ અને બે દિવસ સુધી પાણીમાં રૂમ ટેમ્પરેચર પર પલાળી રાખો. બે દિવસ પછી આ પાણીનો ઉપયોગ ગાળીને કરવો. 

વાળમાં ચોખાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો ? 

વાળના ગ્રોથ માટે જો તમારે ચોખાના પાણીનો ઉપયોગ કરવો હોય તો ઉપર દર્શાવવાની રીતને ફોલો કરી પાણી તૈયાર કરી લેવું અને પછી કન્ડિશનર તરીકે તેનો ઉપયોગ કરવો. વાળની શેમ્પુ કર્યા પછી ચોખાનું પાણી સ્કેલપમાં અને વાળમાં સારી રીતે લગાડી 20 મિનિટ સુધી વાળમાં મસાજ કરો. આ રીતે અઠવાડિયામાં બે વખત ચોખાના પાણીનો ઉપયોગ કરશો તો વાળનો ગ્રોથ ઝડપથી વધશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news