October 2024 Horoscope: આ 3 રાશિવાળાઓ માટે ઓક્ટોબર મહિનો શુભ, 4 ગ્રહોના ગોચરથી ધનલાભ સહિતના ફાયદા થશે
October 2024 Horoscope: ઓક્ટોબર મહિનામાં કેટલીક રાશિઓની લોટરી લાગવાની છે. એટલે કે આવનારા મહિનામાં આ રાશિઓને ધનલાભ સહિતના ફાયદા થશે. કારણ કે 4 મોટા ગ્રહ આવતા મહિને રાશિ બદલશે જેની શુભ અસર આ રાશિઓને થશે.
Trending Photos
October 2024 Horoscope: ગણતરીના દિવસોમાં ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે. ઓક્ટોબર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. સાથે જ શનિ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. આમ પાંચ ગ્રહોની ચાલ ઓક્ટોબર મહિનામાં બદલશે. ગ્રહોની બદલાયેલી આ ચાલ દરેક રાશિના જીવન પર સારો અને ખરાબ પ્રભાવ પાડશે. વાત કરીએ શુભ ફળની તો ઓક્ટોબર મહિનામાં ત્રણ રાશિના લોકો માલામાલ થઈ શકે છે. આ રાશિના લોકોને ધનલાભ સહિતના ફાયદા થઈ શકે છે.
ઓક્ટોબર મહિનાનું ગ્રહ ગોચર
ઓક્ટોબર મહિનો તહેવારોથી ભરપૂર રહેશે. સાથે જ ગ્રહોની ચાલ પણ આ મહિનામાં બદલશે. ઓક્ટોબર મહિનામાં બુધ, મંગળ, શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. જ્યારે શનિ ઓક્ટોબર મહિનામાં રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે.
શનિ ગ્રહ - શનિ ગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 3 ઓક્ટોબરે રાહુના નક્ષત્ર એટલે કે શતભીષા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
બુધ ગ્રહ - શનિ પછી બુદ્ધિ, તર્ક અને મિત્રતાનો કારક ગ્રહ બુધ 10 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરશે. બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે.
શુક્ર ગ્રહ - ધન સંપત્તિ અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર 13 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરશે. શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ગ્રહ - 17 ઓક્ટોબરે સૂર્ય ગ્રહ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે.
મંગળ ગ્રહ - ઓક્ટોબર મહિનામાં 20 તારીખે ગ્રહોના સેનાપતિ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
ઓક્ટોબર મહિનાની લકી રાશિઓ
વૃષભ રાશિ
ઓક્ટોબર મહિનામાં જે ગ્રહ ગોચર થવાનું છે તેના કારણે વૃષભ રાશિના લોકોને લાભ જ લાભ થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે અને સમાજમાં પણ માન સન્માન વધશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે. આ મહિનામાં ખર્ચા વધી શકે છે. મહેમાનોનું આગમન પણ થશે.
સિંહ રાશિ
સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ સિંહ રાશિ પર વિશેષ કૃપા કરશે. વેપારમાં પ્રગતિ થવાના યોગ છે. નોકરી કરતા લોકોનું પ્રમોશન થઈ શકે છે. જીવનમાં પ્રેમ વધશે. આપસી સંબંધોમાં સુધારો આવશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. કોઈ વાતની ચિંતા હતી તો તેનાથી મુક્તિ મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ ઓક્ટોબર મહિનો ખાસ રહેવાનો છે. આ મહિનામાં ખર્ચા વધી શકે છે. પરંતુ આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેવાથી ચિંતા નહીં થાય. મનમાં ઉત્સાહ રહેશે. વેપારમાં ધન લાભના યોગ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે