મચ્છર કરડવાથી ત્વચા પર પડી ગયા છે નિશાન ? આ 4 વસ્તુ ત્વચા પરથી ડાઘ કરી દેશે દૂર

How To Remove Mosquito Bites Marks: ઘરમાંથી મચ્છરને દૂર રાખવા માટે તમે મચ્છરદાની, અગરબત્તી વગેરેનો ઉપયોગ તો કરતા હશો. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે મચ્છર તમને કરડી જ જાય છે. મચ્છરના કરડવાથી ત્વચા પર નિશાન પણ બની જાય છે.

મચ્છર કરડવાથી ત્વચા પર પડી ગયા છે નિશાન ? આ 4 વસ્તુ ત્વચા પરથી ડાઘ કરી દેશે દૂર

How To Remove Mosquito Bites Marks: શિયાળા પછી જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે ફક્ત ગરમી જ નહીં પરંતુ મચ્છર પણ સમસ્યા બની જાય છે. કડકડતી ઠંડી માંથી મુક્તિ મળે છે પરંતુ તેની સાથે જ ગરમીની ઋતુમાં કેટલીક સમસ્યાઓ પણ ઘરના દરવાજે પહોંચી જાય છે. બદલતા વાતાવરણના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે અને સાથે જ મચ્છરનો આતંક પણ આ સિઝન દરમિયાન વધી જાય છે. ઘરમાંથી મચ્છરને દૂર રાખવા માટે તમે મચ્છરદાની, અગરબત્તી વગેરેનો ઉપયોગ તો કરતા હશો. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે મચ્છર તમને કરડી જ જાય છે. મચ્છરના કરડવાથી ત્વચા પર નિશાન પણ બની જાય છે. ત્યારે આજે તમને જણાવીએ કે મચ્છરના કરડવાથી ત્વચા પર પડેલા ડાઘને કેવી રીતે દૂર કરવા.

આ પણ વાંચો:

મચ્છર કરડે એટલે ત્વચા ઉપર પહેલા ફોડલી જેવું થાય છે અને પછી નિશાન પડી જાય છે. મચ્છર કરડવાથી મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. તેની સાથે ત્વચા ઉપર ડાઘ પણ દેખાવા લાગે છે જે ખૂબ જ ખરાબ લાગે છે. આ ડાઘને દૂર કરવા માટે ઘરમાં ઉપલબ્ધ ચાર વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. 

ડુંગળી

શરીર ઉપર મચ્છર કરડે અને પછી નિશાન પડી ગયા હોય તો ત્વચા પર થયેલા આ ડાઘને દૂર કરવા માટે ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ડુંગળીના ટુકડા કરીને નિશાન થઈ ગયું હોય તે જગ્યા પર પાંચ મિનિટ સુધી મસાજ કરો. આમ કરવાથી નિશાન દૂર થશે અને ખંજવાળ પણ આવતી મળશે.

લીંબુની છાલ

સામાન્ય રીતે લીંબુનો ઉપયોગ કરવાનો હોય તો તેનો રસ કાઢીને તેની છાલને ફેંકી દેવામાં આવે છે. પરંતુ જો મચ્છર નો ત્રાસ વધારે હોય તો લીંબુની છાલને ફેંકવાનું ટાળવું. મચ્છર કરડીયા હોય તે જગ્યા ઉપર લીંબુની છાલ ઘસવાથી ત્વચા પરથી ડાઘ દૂર થઈ જાય છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા નો ઉપયોગ આજ સુધી તમે બેકિંગમાં કર્યો હશે. પરંતુ તમે જાણતા નહીં હોય કે મચ્છર કરડીયા હોય ત્યારે બેકિંગ પાઉડર દવા જેવું કામ કરે છે. મચ્છર કરડે પછી ત્વચા પર જે નિશાન થઇ જાય છે તેની આજુબાજુ બેકિંગ પાઉડરને લગાડી દેવાથી નિશાન સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે.

એપલ સીડર વિનેગર

વિનેગરનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એપલ સીડર વિનેગર વાળ અને સ્કીન માટે પણ લાભકારી છે ? ખાસ કરીને જો ચેહરા કે શરીરના કોઈ ભાગ ઉપર મચ્છર કરડી જાય તો વિનેગર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મચ્છર કરડીયા હોય ત્યાં વિનેગરને લગાડી દેવાથી નિશાન પડતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news