International Women's Day: ટ્રેનની મુસાફરી સરળ અને સુરક્ષિત રહે તે માટે રેલવે વિભાગ મહિલાઓને આપે છે આ સુવિધાઓ

International Women's Day 2024: રેલવે વિભાગ પણ મહિલા યાત્રીઓ માટે મુસાફરી સરળ અને સુરક્ષિત રહે તે માટે તેમને કેટલીક ખાસ સુવિધાઓ આપે છે. જોકે મોટાભાગની મહિલાઓ જ આ સુવિધાઓથી અવગત નથી જેના કારણે તે તેનો લાભ પણ લઈ શકતી નથી. આજે તમને રેલવે તરફથી મહિલાઓને મળતી વિશેષ સુવિધાઓ વિશે જણાવીએ.

International Women's Day: ટ્રેનની મુસાફરી સરળ અને સુરક્ષિત રહે તે માટે રેલવે વિભાગ મહિલાઓને આપે છે આ સુવિધાઓ

International Women's Day 2024: મહિલાઓ સમાજનો મહત્વનો ભાગ છે. મહિલાઓનું સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન હોય છે. આજના સમયમાં મહિલાઓ સતત પ્રગતિ કરી રહી છે તેમ છતાં કેટલીક મહિલાઓને પોતાના હક માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓને કયા હક અને અધિકારો મળે છે તેના પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે 8 માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં પણ છેલ્લા ઘણા સમયથી નારી સશક્તિકરણની દિશામાં જોરશોરથી કામ થઈ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં મહિલાને સુરક્ષિત અને પ્રગતિશીલ માહોલ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

તેવી જ રીતે રેલવે વિભાગ પણ મહિલા યાત્રીઓ માટે મુસાફરી સરળ અને સુરક્ષિત રહે તે માટે તેમને કેટલીક ખાસ સુવિધાઓ આપે છે. જોકે મોટાભાગની મહિલાઓ જ આ સુવિધાઓથી અવગત નથી જેના કારણે તે તેનો લાભ પણ લઈ શકતી નથી. આજે તમને રેલવે તરફથી મહિલાઓને મળતી વિશેષ સુવિધાઓ વિશે જણાવીએ.

ટ્રેનમાંથી ન ઉતારી શકે ટીટીઈ

જો તમે કોઈપણ કારણથી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તમારી પાસે ટિકિટ નથી તો પણ ટીટીઇ તમને રાત્રે ટ્રેનમાંથી ઉતારી શકતો નથી. જો કોઈ બળજબરીથી મહિલા યાત્રીને ટ્રેનમાંથી ઉતારવાનો પ્રયત્ન કરે તો મહિલા રેલવે ઓથોરિટીમાં ફરિયાદ કરી શકે છે. 

મહિલા માટે રિઝર્વ બર્થ

લાંબી યાત્રાઓ માટે દરેક કોચમાં મહિલાઓ માટે આરક્ષિત બર્થ હોય છે. જેમકે સ્લીપર કલાસના દરેક કોચમાં છ બર્થનું આરક્ષણ, થ્રી ટીયર એસી માં દરેક કોચમાં ચારથી પાંચ લોવર બર્થ, ટુટીયર એસીમાં દરેક કોચમાં ત્રણથી ચાર લોવર બર્થ મહિલાઓ માટે આરક્ષિત હોય છે. આ કોટામાં ગર્ભવતી મહિલાઓ, સિનિયર સિટીઝન કે 45 કે તેનાથી વધુની ઉંમરની મહિલાઓ યાત્રા કરી શકે છે.

મહિલાઓ માટેનો નિયમ

રેલવેમાં કોમ્પ્યુટર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં પણ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે 45 વર્ષ કે તેનાથી વધુની ઉંમરની મહિલાઓ અને સિનિયર સિટીઝન યાત્રીઓને લોવર બર્થ ઓટોમેટિકલી આપવામાં આવે છે. 

બર્થ એક્સચેન્જનો અધિકાર

જો કોઈ મહિલા ગર્ભવતી છે અને તેને મિડલ કે અપર બર્થ અલોટ થઈ છે અને તે જ ટ્રેનમાં કોઈ લોવર બર્થ ખાલી છે તો પ્રેગનેન્ટ મહિલા સ્ટાફનો સંપર્ક કરીને પોતાની બર્થ લોવર બર્થ સાથે બદલી શકે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news