Viral Video: શું તમે ક્યારેય ખાધું છે પાન બર્ગર? રેસીપી જોઈને યુઝર્સ બોલ્યા- હવે બસ કરો ભઈ!

Trending Viral Video: દાલ મખની આઈસ્ક્રીમ રોલથી લઈને મેગી પાણીપુરી અને ચોકલેટ બિરયાની સુધી આપણે બધા હમેશા આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનથી ચોકી જઈએ છે. આવા જ એક ફૂડ કોમ્બિનેશનનો વિડીયો સામે આવ્યો છે..

Viral Video: શું તમે ક્યારેય ખાધું છે પાન બર્ગર? રેસીપી જોઈને યુઝર્સ બોલ્યા- હવે બસ કરો ભઈ!

Paan Burger Video: જ્યારે પણ તમે વિચારો છો કે તમે બધા જ વિયર્ડ ફૂડ કોમ્બિનેશન ખાઈ ચુક્યા છો, ત્યારે જ ઇન્ટરનેટ પર નવા ફૂડ કોમ્બિનેશન સામે આવે છે. અત્યાર સુધી આપણે ઈન્ટરનેટ પર દાલ મખની આઈસ્ક્રીમ રોલ્સથી લઈને મેગી પાણીપુરી અને ચોકલેટ બિરયાની સુધીની દરેક વસ્તુ જોઈ હવે એક નવું ફૂડ કોમ્બિનેશન સામે આવ્યું છે જે મીઠાઈ પ્રેમીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશનની યાદીમાં વધુ એક કોમ્બિનેશન સામે આવ્યું છે પાન બર્ગર. એક પાકિસ્તાની ફૂડ પેજે "બર્ગર પાન" કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.

શું તમે પાન બર્ગર ખાઈ શકો?
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ લોકપ્રિય પાન બર્ગર બનાવી રહ્યો છે. સોપારીની સાથે તેણે કત્થા, વરિયાળી, ગુલકંદ સહિતની ઘણી વસ્તુઓ નાખી. એટલું જ નહીં બદામ, ચોકલેટ અને બીજી ઘણી બધી મીઠી વસ્તુઓ નાખી. લાસ્ટમાં તેણે એક બન બ્રેડ લીધી અને તેને વચ્ચેથી કાપીને તેમાં બનાવેલું પાન રાખ્યું. 

વાયરલ વિડીયો રિએક્શન 
આ વીડિયોને અત્યાર સુધીમાં 6,000 થી વધુ લાઈક્સ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ તરફથી ફની રિએક્શન મળી રહ્યા છે. કેટલાક લોકોને આ વાનગી ટ્રાય કરવી છે તો કેટલાકને આ ફૂડ કોમ્બિનેશન બિલકુલ પસંદ નથી આવી રહ્યું..

આ પણ વાંચો:
રાશિફળ 28 એપ્રિલ: આ રાશિના જાતકો માટેલાભકારી છે આજનો દિવસ, આર્થિક સંકટ થશે દૂર
Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો
જલદી ચમકશે આ 4 રાશિનું ભાગ્ય, 1 વર્ષ બાદ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ ફાયદો કરાવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news