Onion Free Gravy: મોંઘી ડુંગળીને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવી શકો છો ટેસ્ટી ગ્રેવી

No Onion Gravy Ideas: ડુંગળીના વધેલા ભાવને ધ્યાનમાં રાખી તમે ઈચ્છો તો ડુંગળીને બદલે અન્ય કેટલીક વસ્તુઓની મદદથી શાકમાં ગ્રેવી બનાવી શકો છો. આજે તમને રસોડામાં રહેલી એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ ડુંગળીના વિકલ્પ તરીકે ગ્રેવીમાં કરી શકાય છે.

Onion Free Gravy: મોંઘી ડુંગળીને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવી શકો છો ટેસ્ટી ગ્રેવી

No Onion Gravy Ideas: તહેવારના સમયે જ ડુંગળીના ભાવમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે.  દેશના ઘણા શહેરોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ડુંગળીના ભાવમાં થયેલા વધારાના કારણે લોકોને રડવાનો વારો આવ્યો છે. વધતા ભાવના કારણે રોજના આહારમાં ડુંગળીનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને જો ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો ચિંતા થઈ જાય છે. કારણ કે ગ્રેવી માટે ડુંગળીની વધારે પ્રમાણમાં જરૂર પડે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો ડુંગળીને બદલે અન્ય કેટલીક વસ્તુઓની મદદથી શાકમા ગ્રેવી બનાવી શકો છો. આજે તમને રસોડામાં રહેલી એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ ડુંગળીના વિકલ્પ તરીકે ગ્રેવીમાં કરી શકાય છે.

મગફળી
શાકમાં ગ્રેવી બનાવવા માટે અને ગ્રેવીને ઘટ્ટ કરવા માટે મગફળીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે મગફળીની સ્મૂધ પેસ્ટ બનાવી તેનો ઉપયોગ કરો. તેનાથી ગ્રેવીમાં થીકનેસ અને સ્વાદ બંને વધશે. 

દહીં અને ક્રીમ
તમે દહીં અને ક્રીમની મદદથી પણ ડુંગળીની ખામીને દુર કરી શકો છો. તેનાથી પણ વાનગીના ટેસ્ટમાં બહુ ફરક નહીં પડે. દહીં અને ક્રીમ ગ્રેવી થીક બનાવે છે અને વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.

ટમેટા
ટમેટાના ભાવ હવે ઓછા થઈ ગયા છે તેથી તમે ગ્રેવીમાં ટમેટાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ગરમ પાણીમાં ટમેટાને ઉકાળો પછી તેને છોલી અને ઠંડા કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેનો ઉપયોગ કરો. 

ચણાનો લોટ
મોંઘી ડુંગળીને બદલે ચણાના લોટની મદદ લઈ શકાય છે. ગ્રેવી બનાવવા માટે શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news