આ વ્યક્તિ પૌંઆ વેચીને કરે છે અધધધ... કમાણી! મહિને આટલા લાખ રૂપિયા કમાય છે, જુઓ ચોંકાવનારો Video

Poha wale Ki kamai Viral Story: દેશમાં સામાન્ય નોકરી કરતા લોકોની કમાણી કેટલી હોઈ શકે? 30 હજાર, 40..50 હજાર રૂપિયા? શરૂઆતમાં લગભગ બધાનો પગાર આટલો હોય છે પરંતુ જો તમને એમ કહીએ કે આનોકરી છોડીને તમે પણ રેકડી ચાલુ કરી દો વધારે કમાણી થશે તો એકવાર તો તમે ચોંકી જ જશો.

આ વ્યક્તિ પૌંઆ વેચીને કરે છે અધધધ... કમાણી! મહિને આટલા લાખ રૂપિયા કમાય છે, જુઓ ચોંકાવનારો Video

Poha wale Ki kamai Viral Story: દેશમાં સામાન્ય નોકરી કરતા લોકોની કમાણી કેટલી હોઈ શકે? 30 હજાર, 40..50 હજાર રૂપિયા? શરૂઆતમાં લગભગ બધાનો પગાર આટલો હોય છે પરંતુ જો તમને એમ કહીએ કે આનોકરી છોડીને તમે પણ રેકડી ચાલુ કરી દો વધારે કમાણી થશે તો એકવાર તો તમે ચોંકી જ જશો. પરંતુ અહીં અમે તમને જે વાયરલ સ્ટોરી વિશે જણાવીશું તે જાણીને તમે પણ દંગ રહી જશો. હાલ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી ખુબ વાયરલ થઈ રહી છે જેમાં ઈન્દોરમાં એક રેકડી પર પૌંઆ વેચતો વ્યક્તિ મહિને 75 હજાર રૂપિયા એક લારી દીઠ કમાણી કરી લે છે. તેની આવી કુલ 6 લારીઓ છે. 

સોશયિલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર aapkartekyaho નામના યૂઝર આઈડીથી એક પૌંઆવાળાની સ્ટોરી શેર કરાઈ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોએ જોઈ લીધો છે. જ્યારે 3000 લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોને કેપ્શન આપવામાં આવી છે કરોડપતિ પૌંઆવાળો. 

વીડિયોમાં બ્લોગર વ્યક્તિને પૌંઆની કમાણી વિશે પૂછે છે કે તમે રોજ કેટલાનું વેચી લો છો? તો તે જવાબ આપે છે કે 6થી 7 હજાર. એક પ્લેટ પૌંઆની કિંમત 30થી 40 રૂપિયા જણાવે છે. મહિનાની કમાણી પૂછે છે તો કહે છે કે 60થી 70 હજાર રૂપિયા કમાઈ લે છે. પૌંઆવાળી વ્યક્તિએ કહ્યું કે શહેરમાં આવા તેના 6 સ્ટોલ છે. આ પૌંઆવાળો રોજ 2.5 હજાર બચાવે છે. એ હિસાબે તેની મહિનાની કમાણી થઈ 75 હજાર રૂપિયા અને 6 સ્ટોલની કમાણી જોઈએ તો મહિને 4.5 લાખ રૂપિયા અને વાર્ષિક 54 લાખ રૂપિયા કમાણી કરે છે. 

સોશિયલ મીડિયા પર સ્ટોરી વાયરલ થયા બાદ લોકોની અનેક પ્રતિક્રિયાઓ પણ આવી છે. મોટાભાગની પ્રતિક્રિયા નેગેટિવ ટાઈપની જોવા મળી રહી છે. એક યૂઝરે લખ્યું છે કે હું વેચું છું 10 રૂપિયામાં, ઈન્દોરમાં 5 કિલો Phonepe થી 700 રૂપિયા મળે છે બસ. એક અન્ય યૂઝરે લખ્યું કે 40 રૂપિયાના શુદ્ધ ઈન્દોરમાં કોઈ ઠેલા પર મળતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news