અંગ્રેજી ભાષાના 10 સૌથી અઘરા શબ્દો, 99 ટકા એક્સપર્ટસ પણ તેને બોલવામાં કરે છે ભૂલ

English Speaking : અંગ્રેજી બોલતા સમયે સાધવાની રાખવાની જરૂર છે.... IELTS ની પરીક્ષામા પૂછાતા આ અંગ્રેજી શબ્દો બોલવા બહુ જ અઘરા છે... આ રહ્યું આખું લિસ્ટ 

અંગ્રેજી ભાષાના 10 સૌથી અઘરા શબ્દો, 99 ટકા એક્સપર્ટસ પણ તેને બોલવામાં કરે છે ભૂલ

Most Difficult English Words : અંગ્રેજી એ કોમન ભાષા છે. અનેક દેશોમાં આ ભાષા બોલાય છે. તેથી બોલચાલની ભાષા તરીકે હાલ અંગ્રેજી શીખવું જરૂરી બની ગયું છે. તેમાં પણ જો તમે વિદેશમાં જવા માટે અને તમારું અંગ્રેજી સારુ કરવા માટે IELTS ની પરીક્ષા આપવા માંગો છો. તો IELTS ની પરીક્ષા પાસ કરવી બહુ જ જરૂરી છે. IELTS એ અંગ્રેજીના સૌથી અઘરા શબ્દોનું લિસ્ટ જાહેર કર્યું છે. 

અનેક દેશોમાં જઈને વસવા માટે, ત્યાં નોકરી કરવા માટે અંગ્રેજીનું જ્ઞાન જોઈએ. વિદેશમાં જવા માટે IELTS ની પરીક્ષા આપવી જરૂરી છે. IELTS ની વેબસાઈટ પર અંગ્રેજી શીખવા માટેની અનેક માહિતી ઉપલબ્ધ છે. ત્યારે IELTS ની માહિતીમાં અંગ્રેજીના સૌથી અઘરા શબ્દોની પણ માહિતી ઉપલબ્ધ છે. 

અન્ય ભાષાની જેમ અંગ્રેજી શીખવું પણ સામાન્ય બાબત છે. અંગ્રેજી પર પકડ બનાવવા માટે વિવિધ લર્નિંગ વેબસાઈટનો ઉપયોગ કરી શકાય છે. અંગ્રેજીના સૌથી અઘરા શબ્દોના અર્થ અને તેને બોલતા આવડી જાય તો સમજો કે તમે અંગ્રેજી શીખી ગયા. 

1- Pillory: બેઈજજ્તી કરવી, કોઈની નિંદા કરવી 
2- Truculent: લડાકુ, જે હંમેશા લડાઈ કરવા તૈયાર હોય 
3- Pulchritudinous: સુંદર ફિઝીકલી એટ્રેક્ટીવ 
4- Habilimented: સુસંસ્કૃત જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો અનુભવે છે 
5- Juvenescence: યુવાવસ્થા, જે હજી પણ યંગ છે 
6- Pettifogging: નાની નાની વાતો પર ઝગડા કરવા 
7- Peregrination: સફર, કે વળાંકવાળો રોડ 
8- Sybarite: લક્ઝુરી વસ્તુની શોખ રાખનારા, જે વૈભવ વિલાસનું જીવન જીવે છે 
9- Trichotillomania: કોઈના વાળ ખેંચવાની ઈચ્છા થાય તેને 
10- Vicissitude: કોઈ પરિસ્થિતિ કે ભાગ્યમાં આવાંચ્છિત કે અપ્રિય બદલાવ થવો 

શું તમે પણ અઘરા શબ્દોનો ઉપયોગ કરો છો 
તમે અંગ્રેજી બોલતા કે વાંચતા સમયે અઘરા શબ્દોનો ઉપયોગ કરો છો તો તેને પરફેક્ટ બોલતા શીખો. અથવા તો સામાન્ય અંગ્રેજી બોલવાનો આગ્રહ રાખવો. આ શબ્દોનું પ્રોનાઉન્સિયેશન કરવું બહુ જ અઘરું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news